UPના સંભલમાં દુષ્કર્મથી પીડિતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બળાત્કાર પીડિતા રાત્રે તેની માતા અને ભાઈ સાથે તેના ગામ જઈ રહી હતી. આ દરમિયાન યુવતીની ગોળી વાગી હતી. મૃતક યુવતીના પરિવારજનોનો આરોપ છે કે નરાધમોએ જ પીડિતાની હત્યા કરી છે. જો કે પોલીસના જણાવ્યા મુજબ હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી અને હત્યાના આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.
યુપીના સંભલ જિલ્લામાં સંભલમાં દુષ્કર્મથી પીડિતાની ગોળી મારીને હત્યા કરી હોવાની ઘટનાએ ચક્કચાર મચાવ્યો છે. મળતી માહિતી મુજબ, બાઇક સવાર થઇને પીડિતા તેના ભાઈ અને માતા સાથે ઘરે જઈ રહી હતી. તે સમયે 2 નરાધમોએ ગોળી મારીને ક્રૂર હત્યા કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે બંને નામના આરોપીઓ સામે ગુનો નોંધી ઘટનાની તપાસ શરૂ કરી છે.
પીડિતા માતા અને ભાઈ સાથે બાઇક પર ઘરે જઈ રહી હતા
મળતી માહિતી મુજબ રેપ પીડિતાના પિતાએ ફેબ્રુઆરી 2023માં સાહિબાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. કહેવાય છે કે, કૈલા દેવી પોલીસ સ્ટેશન વિસ્તારના ભમૌરી પટ્ટી ગામની રહેવાસી બાળકી અને તેની માતા બુધવારે મોડી રાત્રે ગાઝિયાબાદથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. જ્યારે બાળકી અને તેની માતા સંભાલમાં બસમાંથી ઉતરી ત્યારે ગામનો ભાઈ તેમને મોટરસાઈકલ પર લેવા આવ્યો હતો. જે બાદ યુવતી, તેની માતા અને ભાઈ બાઇક પર પોતાના ગામ જઈ રહ્યા હતા.
Source link