BUSINESS

Business: બજારની મંદીને પગલે થીમેટિક, સેક્ટોરિઅલ મ્યુચ્યુઅલ ફંડના ઈન્વેસ્ટર્સ માટે કપરાં ચઢાણ

શેરબજાર જ્યારે તેજીમાં હતું ત્યારે તે સમયના લોકપ્રિય સેક્ટર અને થીમૈટિક ઈક્વિટી સ્કીમ હેઠળ ફંડ લોન્ચમાં રોકાણ કરનારા રોકાણકારોને વર્તમાન સમયમાં નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

કેમ કે, હાલ સ્ટોક માર્કેટમાં મંદીનો સૂર ફૂંકાયેલો છે. બજારમાં હાલના દિવસોમાં મોટાપાયે વેચવાલી જોવા મળી રહી છે, જેથી આવા રોકાણકારોની હાલત પાતળી થઈ ગઈ છે. તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલા ઘણાં ફંડ્સની નેટ એસેટ વેલ્યૂ (એનએવી)માં તેમની ઓફર પ્રાઈઝ રૂ.10 પ્રતિ યૂનિટથી 21 ટકા સુધીનો ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે. ડિફેન્સ ઈન્ડેક્સ, પીએસયુ ઈન્ડેક્સ, ટૂરિઝમ ઈન્ડેક્સ, મેટલ ઈન્ડેક્સ અને કેટલીક મોમેન્ટમ આધારિત વ્યૂહરચનાઓ પર આધારિત કેટલીક નિષ્ક્રિય યોજનાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ છે. જેમની એનએવી હવે રૂ.આઠથી રૂ.નવની વચ્ચે છે. ડિફેન્સ અને પીએસયુ શેરોમાં ઘટાડો જૂલાઈમાં શરૂ થયો હતો. વિદેશી રોકાણકારોના આઉટફ્લોની શરૂઆતને કારણે બજાર મંદી તરફ આગળ વધ્યું હતું.

આ સમયગાળામાં નિફ્ટી 50 10.44 ટકા, નિફ્ટી મિડકેપ 10.9 ટકા, નિફ્ટી સ્મોલકેપ 9.1 ટકા ઘટયો હતો. 27મી સપ્ટેમ્બરથી ડિફેન્સ ઈન્ડેક્સ 10.25 ટકા, પીએસયુ ઈન્ડેક્સ 11.7 ટકા, મેટલ ઈન્ડેક્સ 12.28 ટકા ઘટયો હતો.

આર્થિક નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, તમામ ક્ષેત્રોમાં હાલ કપરા ચઢાણ છે, પણ કેટલીક નવી ફંડ ઓફર્સમાં આ મુશ્કેલી સૌથી વધુ છે. ખાસ કરીને ઈન્ડેક્સ ફંડ્સમાં, જે લોકપ્રિય થીમ્સ આસપાસ રહે છે. મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આ સ્કીમ ત્યારે લોન્ચ કરવામાં આવી હતી, જ્યારે ડિફેન્સ અને પીએસયુ જેવી થીમ્સ ગત વર્ષે 100 ટકાથી વધુ રિટર્ન આપી ચૂકી હતી. નવા ફંડ ઓફર (એનએફઓ)એ ઘણાં નવા રોકાણકારોને આકર્ષિત કર્યા હતા. ગત 12 મહિનામાં એનએફઓ દ્વારા રૂ.1.08 લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. ઘટાડાને કારણે હોલ્ડિંગ્સનું ફરી મૂલ્યાંકન કરવું પડી શકે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button