Rohit-Kohli will retired odi: શું વર્લ્ડકપ પહેલા રોહિત-વિરાટ વન-ડેમાંથી નિવૃત્તિ લેશ?, આ મુદ્દે BCCIએ મૌન તોડ્યું

સૂત્રોના પ્રમાણે, જો રોહિત અને વિરાટ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી પણ રમવા માંગતા હોય તો તેમણે ડિસેમ્બરથી વન-ડે ફોર્મેટમાં યોજાનારી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં તેમના હોમ સ્ટેટ માટે રમવું પડશે. કોહલી-રોહિત ડિસેમ્બરમાં શરૂ થનારી વિજય હજારે ટ્રોફી અને જાન્યુઆરી 2026માં ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ વન-ડે મેચમાં રમતા જોવા મળશે.
વર્લ્ડકપ સુધીમાં રોહિત અને વિરાટની વય કેટલી હશે?
વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે સાઉથ આફ્રિકા, નામિબિયા અને ઝિમ્બાબ્વેમાં રમાશે. વિરાટ આ વર્ષે 5 નવેમ્બરે 37 વર્ષનો થશે. 2027ના વર્લ્ડ કપ સુધીમાં તે 39 વર્ષનો થઈ જશે. રોહિત શર્માએ 30 એપ્રિલે તેનો 38મો જન્મદિવસ ઉજવ્યો. ત્યારે 2027 સુધીમાં તે 40 વર્ષથી વધુ ઉંમરનો થઈ જશે.
ટેસ્ટ અને ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે
ઉલ્લેખનીય છે કે 2024માં ટી20 વર્લ્ડ કપ જીત્યા પછી તરત જ બંનેએ એક પછી એક નિવૃત્તિની જાહેરાત કરી. આ પછી બંને ઇંગ્લેન્ડ પ્રવાસ બંનેએ આ વર્ષે ટેસ્ટ ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ લીધી. પરંતુ તેઓએ હજુ સુધી વન-ડેમાંથી નિવૃત્તિ લીધી નથી.