ગુજરાત રિફાઈનરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં બે વ્યક્તિએ જાન ગુમાવ્યો છે. આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સાત એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. તેમ છતાં રિફાઈનરીમાં ક્યા કારણોસર ઘટના બની ? તેનું પ્રાથમિક તપાસ બે દિવસ બાદ પણ બહાર આવ્યું નથી.
ગુજરાત રિફાઈનરીમાં ગત સોમવારે બપોરે બેન્ઝીન કેમિકલની સ્ટોરેજ ટેન્કમાં આગ અને બ્લાસ્ટથી બે મોત થયા હતા. આ ઘટના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની અડધો ડઝનથી વધુ એજન્સીઓ તપાસમાં જોતરાઈ છે. સેમ્પલ લેવા ગયેલા કર્મચારીના મોત બાદ ઘટના પ્રત્યક્ષ જોનાર કોઇ નથી. જેના કારણે હવે બ્લાસ્ટનું સચોટ કારણ જાણવા સરકારી એજન્સીઓનો ટૅક્નિકલ એનાલિસિસ પર મદાર છે. જેના માટે પેસો, ઇન્ડસ્ટ્રિયલ હેલ્થ એન્ડ સેફ્ટી, IOCL આંતરિક કમિટી, GPCB અને એફએસએલ સહિત વિવિધ એજન્સીઓની તપાસ ચાલું છે. આગ અને બ્લાસ્ટ કેમ થયો ? ટેન્કમાં ખામી હતી કે નહીં ? ઘટના પાછળનું પ્રાથમિક તારણ 48 કલાક બાદ પણ બહાર આવ્યું નથી. બીજી તરફ, બ્લાસ્ટ થયો તે સ્થળે નવ ટેન્ક અને જેનો વિસ્તાર પણ મોટો છે. આ વિસ્તારના ઉપયોગ માટે ઈન્ડસ્ટ્રિયલ હેલ્થ એન્ડ સેફ્ટીએ રિફાઈનરીને મૌખિક મનાઈ ફરવાઈ છે. હવે આ વિભાગના અધિકારીઓ પેસોના નિષ્ણાતનો રિપોર્ટ પણ મેળવશે. આ ઉપરાંત ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા બ્લાસ્ટ ટેન્કની તપાસ કરવામાં આવશે. લગભગ 11 કલાકે આગ પર કાબૂ મેળવાયો હતો. આ દરમિયાન હવામાં ધુમાડાને કારણે પ્રદૂષણ પણ ફેલાયું હતું. પ્રદૂષણ કેટલી માત્રામાં ફેલાયું ? તેની વિગત પણ બહાર આવી નથી.
Source link