GUJARAT

Vadodara: દિવાળી પહેલા IT વિભાગના રડારમાં બિલ્ડર ગ્રુપ, કરચોરોમાં ભારે ફફડાટ

દિવાળી તહેવાર પહેલા વડોદરાના 2 બિલ્ડર ગ્રુપ પર આજે ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. ત્રણ શહેરોની ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે.

બિલ્ડરોને ત્યાં આઈ.ટી વિભાગના દરોડા

વડોદરમાં બિલ્ડરો પર IT વિભાગે તવાઇ બોલાવી છે. બે થી વધુ બિલ્ડર ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડામાં રીટલ એસ્ટેટ, ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્ટીટેક્ટને ત્યાં પણ એક દઝનથી વધુ સ્થળોએ હાલ ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આટલી મોટી કાર્યવાહીના અંતે મોટી કરચોરી પકડી પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ ઘટનાને પગલે વડોદરાના મોટા કરચોરોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

100થી વધુ કર્મચારીઓ તપાસમાં જોડાયા

વડોદરા સહિત દેશભરમાં દિપાળી તહેવારને હવે એક સપ્તાહ જેટલો જ સમય બાકી છે. ત્યારે વડોદરામાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના નિલેશ શેઠ અને સૌનક શાહ સાથે સંકળાયેલા બે મોટા બિલ્ડર જુથોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી છે. વડોદરા, અમદાવાદ અને સુરત આમ ત્રણ શહેરની ટીમો બે બિલ્ડર જુથોનો ત્યાં દસ્તાવેજો, હિસાબી વહી, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના વ્યવહારોની ઝીણવટભરી તપાસમાં જોડાઇ છે. 120 થી વધુ અધિકારીઓ આ દરોડામાં જોડાયા છે.

IT વિભાગના દરોડાને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ

પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, દરોડામાં રીટલ એસ્ટેટ, ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્ટીટેક્ટ સુધી પણ તપાસનો રેલો પહોંચ્યો છે. વડોદરામાં આટલી મોટી કાર્યવાહીને પગલે કરચોરોમાં ભારે ફફડાટ પેેંસી જવા પામ્યો છે. આ તપાસ લાંબી ચાલે તેવી શક્યતા છે. અને તપાસના અંતે મોટી કરચોરી પકડી પાડવામાં આવો તો નવાઇ નહીં. હાલ, ઇન્કમટેક્સ વિભાગના દરોડાને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button