GUJARAT

Vadodara: ભાજપના નગરસેવિકાને કાર્યકર કરસન ભરવાડે ધક્કો માર્યો

વડોદરામાં ભાજપના કાર્યકરે ભાજપના જ નગરસેવીકા સાથે ગેરવર્તણૂક કર્યાના આરોપ લાગ્યા છે. વોર્ડ 3ના નગરસેવીકા રૂપલ મહેતાને કાર્યકર કરસન ભરવાડે હાથ પકડી ધક્કો માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

નગરસેવીકા રૂપલ મહેતા અને અન્ય નગરસેવકો સમા ખાતે પુરગ્રસ્તોને કીટ આપી રહ્યા હતા. જે દરમિયાન કરસન ભરવાડે ધક્કો માર્યાના આરોપ રૂપલ મહેતા દ્વારા લગાવવામાં આવ્યા છે. નગરસેવીકા રૂપલ મહેતાએ આ બાબતે જણાવ્યું હતું કે, કરસન ભરવાડે મને સ્ટેજ પર જોતા જ અપમાન કર્યું હતું. જાહેરમાં હાથ પકડી ધક્કો મારી સ્ટેજ પરથી ઉતારી દીધી હતી. સ્થળ પર અન્ય કાઉન્સિલરો પણ હાજર હતા. મેં દંડક બાળકૃષ્ણ શુકલને બોલાવતા તેઓ આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. મેં પત્ર લખી અને મૌખિક પણ ભાજપ પ્રમુખને કરસન ભરવાડ સામે પગલાં લેવા રજુઆત કરી છે. ભાજપ પ્રમુખ યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ કરી છે. અમે મહિલાઓ ઘર બાર છોડી જાહેર જીવનમાં આવતા હોય છે. જેથી અમારી સુરક્ષા માટે ભાજપ પ્રમુખ ચોક્કસ ઉદાહરણ પૂરું પાડે તેવી આશા છે.

વિવાદ વધતાં ધક્કો મારનાર કાર્યકરે રાજીનામું આપ્યું

શહેરમાં આવેલા વિનાશક પૂરમાં શહેરીજનોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ-અલગ વિસ્તારમાં 35 હજાર અનાજની કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પૂરની પરિસ્થિતિ વચ્ચે સમા વિસ્તારમાં કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વોર્ડ નંબર 3નાં કાઉન્સિલર રૂપલ મહેતા પહોંચ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, તેઓ સ્ટેજ ઉપર પહોંચતા જ ત્યાં હાજર કાર્યકર કરસન ભરવાડે મને ધક્કો માર્યો હતો અને હાથ પકડીને નીચે ઉતારી અપમાન કર્યું હતું.

આ અંગે પાલિકાની સભામાં રૂપલ મહેતાએ જણાવ્યું હતું કે, અમારી કોઈ સિક્યુરિટી રહી નથી. અમને પોલીસ રક્ષણ આપો. સભામાં રૂપલ મહેતાના સમર્થનમાં અન્ય મહિલા કાઉન્સિલરો પણ આવ્યાં હતાં. ત્યારે શહેરમાં જળ સંચય અભિયાન અંતર્ગત વડોદરા આવેલા ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયાને પણ કોર્પોરેટર રૂપલ મહેતાએ રજૂઆત કરી હતી. ગોરધન ઝડફિયાએ આ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો. બીજી તરફ વિવાદ વધતાં કાર્યકર કરસન ભરવાડે જાતે જ રાજીનામુ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button