વડોદરાના શિનોર તાલુકામાં એક મંદિર પાસે 55 વર્ષની વિધવા મહિલા છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી અને 31 ઓગસ્ટની સાંજ બાદ મહિલા ગુમ થઈ હતી. જે બાદ શિનોર પોલીસે ગુમ થયાની નોંધ કરી તપાસ શરૂ કરી હતી.
મહિલાનો મૃતદેહ નગ્ન અવસ્થામાં મળતા ચકચાર મચી
આજે દુર્ગંધ આવતી દિશામાં તપાસ કરતા ગ્રામજનોએ લાપતા મહિલાનો મૃતદેહ કોતરોમાં અવાવરૂ સ્થળેથી મળી આવ્યો હતો. મંદિર પાછળ ઝાડ સાથે ગળામાં ટુપો બાંધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ નગ્ન અવસ્થામાં મળતા ચકચાર મચી છે. આ ઘટના વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા.
શિનોર પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યા અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
શિનોર પોલીસે FSL અને ડોગ સ્કવોડની મદદ લીધી છતાં કોઈ સફળતા મળી નથી. ઉલ્લેખનીય છે કે, મૃતક મહિલાના મકાનમાં તપાસ કરતાં મોબાઈલ ફોનમાંથી કાઢેલી બેટરી મળી આવી હતી. મહિલાની હત્યા અવાવરું જગ્યાએ થઈ? એની પોલીસે તપાસ શરૂ કરી છે. શિનોર પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યા અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વરસાદને કારણે ફિંગર પ્રિન્ટ્સ મળ્યા નથી
વરસાદને કારણે પોલીસને ઘટના સ્થળ પરથી લોહીના નિશાન કે ફિંગર પ્રિન્ટ્સ મળ્યા નથી. બીજી તરફ, મહિલા ગુમ થયા બાદ પોલીસે સમયસર તપાસ ન કરી હોવાની પણ લોકો ચર્ચા કરી રહ્યા છે.
બીથલીમાં 18 વર્ષની યુવતી પર ગેંગરેપ થયો હતો
શિનોર તાલુકાના બીથલીમાં 2015માં 18 વર્ષની યુવતી પર 7 હવસખોરોએ ગેંગરેપ કર્યો હતો. વિધવા મહિલા સાથે આ પ્રકારની કોઈ ઘટના બની છે કે કેમ? તેના માટે મહિલાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ સયાજી હોસ્પિટલમાં મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવશે તેવું જાણવા મળ્યું છે.
Source link