- ગત મંગળવારથી ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી
- શુક્રવારે શહેરની કેટલીક શાળાઓમાં પાંખી હાજરી, શિક્ષણકાર્ય ન થયું : હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી
- વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને શાળાઓમાં મોટાપાયે સફાઈ કામગીરી હાથ ધરાશે
ગત મંગળવારથી શહેર-જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાયા બાદ હવે આગામી સોમવારથી શહેર – જિલ્લાની તમામ શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણકાર્ય ધમધમતુ થશે.
જિલ્લા શિક્ષણાધિકારીએ આજે એક પરિપત્ર દ્વારા શાળાઓના આચાર્યોને સોમવારથી શાળાઓ શરૂ કરવા આદેશ ફરમાવ્યો છે. જો કે બીજી બાજૂ આજે શુક્રવારે કોઈપણ આગોતરી સૂચના ન હોઈ કેટલીક સ્કૂલોમાં આજે શિક્ષકોને વિદ્યાર્થીઓની હાજરી જોવા મળતી હતી. જો કે શિક્ષણકાર્ય વિધીવત રીતે શરૂ થતાં હજી વાર લાગશે.
મંગળવારે ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાવાની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વિદ્યાર્થીઓ શાળામાં ન જઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આખરે તકેદારીરૂપે શિક્ષણ વિભાગે ગત મંગળવારથી શાળા – કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ હતી. જો કે ગુરૂવારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરી જવાની સાથે જનજીવન ધીરે ધીરે રાબેતા મૂજબ થતાં શુક્રવારથી શાળાઓ શરૂ થવાની ગણતરી મંડાતી હતી. જો કે હજી શહેરની સંખ્યાબંધ શાળાઓમાં પૂરના પાણી ભરાઈ જતાં ભારે ગંદકી પ્રવર્તી રહી છે. વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને શાળાઓમાં મોટાપાયે સફાઈ કામગીરી હાથ ધરાશે. ત્યારબાદ જ શિક્ષણકાર્ય ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે. જો કે, શાળાઓ આગામી સોમવારથી જ પૂર્વવત રીતે ધમધમતી થશે. નોંધનીય છે કે, ગત મંગળવારે શહેરમાં ભારે વરસાદે શહેરને ધમરોળતાં પૂર જેવી સ્થિતિનુ નિર્માણ થયું હતુ.
એમ એસ યુનિવર્સિટી ચાલું, પણ વિદ્યાર્થીઓની હાજરી નહીં
એમ એસ યુનિવર્સિટી આજથી શરૂ થઈ રહી હોવાનુ જાણવા મળ્યું હતુ. જો કે વિવિધ ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓની હાજરી જોવા મળતી ન હતી. કેમ કે, હજી પણ કેમ્પસમાં સફાઈ કામગીરી હાથ ધરવાની બાકી છે. આ સંજોગોમાં આગામી સોમવારથી જ કેમ્પસમાં પણ bfod/વિદ્યાર્થીઓની હાજરી જોવા મળશે તેમજ શિક્ષણકાર્ય શરૂ થશે. કેમ કે વરસાદને પગલે હાલ સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ વતનની વાટ પકડી લીધી છે.
શૈક્ષણિક સંઘ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટની સહાય કરશે
વરસાદી પાણીએ શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. વિદ્યાર્થીઓ પણ પૂરના પાણીની અસરથી પર રહ્યા ન હતા. મકાનો અને ઘરોમાં ઉપરાંત ઝૂંપડાઓમાં રહેતા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ, નોચબુક્સ અને પુસ્તકો વરસાદી પાણીમાં પલણી ગયા હતા. જેના પગલે આ વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય ઉપર અસર થાય તેમ હતુ. વડોદરા શહેર-જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પૂર અસરગ્રસ્ત જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવાનુ આયોજન કરવામા આવ્યું છે.
Source link