દિલ્હી – વડોદરા – મુંબઇ એક્સપ્રેસ વે ( નેશનલ એક્સપ્રેસ વે -4) પર ગુજરાતમાં વડોદરા જિલ્લાના દોડકાથી ભરૂચ જિલ્લાના દહેગામ સુધીના 89 કિ.મી. માટેની મુસાફરી માટે આજથી ટોલ વસૂલાત થઇ છે. ગત 22મી ફેબ્રુઆરીના રોજ આ માર્ગ તૈયાર થતાં તેની ઉપર ટોલ ફી વગર વાહનોની હેરફેર કરવા દેવામાં આવતી હતી.
જોકે આજથી ટોલ ફી લેવાનું શરૂ થયું છે. સમિયાલા ટોલ પ્લાઝાથી દહેગામ ટોલ પ્લાઝાની મોટરકારની ટોલ ફી રૂા.155 થઇ છે. જ્યારે કરજણ તાલુકાના સાંપાથી દોડકા સુધીની ફી કાર -જીપ માટે રૂા.165, ફાજલપુર સુદી રૂા.150, સમિયાલા માટે રૂા.70 અને દહેગામ માટે રૂા.85 રખાઇ છે. એલસીવી મિની બસ માટે દોડકા માટે રૂા.265, ફાજલપુર માટે રૂા.240, સમિયાલા માટે રૂા.110, દહેગામ માટે રૂા.135, 2 એક્સેલની બસ – ટ્રક માટે દોડકા માટે રૂા.555,ફાજલપુર માટે રૂા.505, સમિયાલા માટે રૂા.235, દહેગામ માટે રૂા.310 ફી રાખવામાં આવી છે. આ માર્ગ ઉપર હાલમાં ભરૂચ જિલ્લા સુધી વાહન લઇ જનારાઓની માગણી છેકે, આ એક્સપ્રેસ વે ઉપર ઘણી જગ્યાએ માર્ગ ઉબડ ખાબડ છે. આ ઉપરાંત તાજેતરમાં પડેલા ભારે વરસાદની પણ અસર થઇ ત્યારે સમગ્ર માર્ગ રિસરફેસ કરવામાં આવ્યો હતો.
Source link