વડોદરા મનપા પાસે ક્લાસ-1 અધિકારીઓની ખોટ છે. સીટી એન્જિનિયર પાસેથી જવાબદારી પરત લેવાઈ છે. તેમજ ફાયર બ્રિગેડના એચઓડીની જવાબદારી સોંપાઇ હતી. આરોગ્ય અમલદારને જ ફાયર બ્રિગેડના HOD બનાવ્યા છે. આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલને ચાર્જ સોંપાયો છે.
ફાયર બ્રિગેડના નિયમ ન જાણવા છતા જવાબદારી સોંપાઇ
ફાયર બ્રિગેડના નિયમ ન જાણવા છતા જવાબદારી સોંપાઇ છે. હાલ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પદે પાર્થ બ્રહ્મભટ્ટ છે. પાર્થ બ્રહ્મભટ્ટ સામે હાઈકમાન્ડથી લઇ MLAની ફરિયાદો છે. પૂરમાં બોટ સપ્લાય કરવામાં પણ બૂમો ઉઠી હતી. જેમાં કોર્પોરેશન પાસે હવે ક્લાસ વન અધિકારીઓની ખોટ છે. ફાયર બ્રિગેડના એચઓડી તરીકે સીટી એન્જિનિયર પાસેથી જવાબદારી પરત લેવાઈ છે. આરોગ્ય અમલદારને જ બનાવાયા ફાયર બ્રિગેડના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બનાવ્યા છે. જેમાં સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદારના સ્થાને આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલને ચાર્જ સોપાયો છે.
આરોગ્ય અમલદારને એચઓડી બનાવાતા ચર્ચાઓ શરૂ થઇ
ફાયર બ્રિગેડ અને આરોગ્યને નાહવા નીચોવવાનો સંબંધ નથી તેમ છતાં આરોગ્ય અમલદાર એચઓડી બન્યા છે. હાલ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે પાર્થ બ્રહ્મભટ્ટ ફરજ બજાવે છે. પાર્થ બ્રહ્મભટ્ટની મુખ્યમંત્રી સુધી ધારાસભ્યોએ ફરિયાદો કરી છે. તેમાં પૂરની કામગીરીમાં બોટો સપ્લાય કરવામાં પણ ફરિયાદો ઉઠી હતી. જેમાં ફાયર બ્રિગેડના નીતિ નિયમોની જાણકારી નહીં હોવા છતાં આરોગ્ય અમલદારને એચઓડી બનાવાતા ચર્ચાઓ શરૂ થઇ છે.
Source link