GUJARAT

Vadodara: સામૂહિક દુષ્કર્મના આરોપીઓનો કોર્ટમાં ટપલીદાવ

વડોદરાના ભાયલીમાં સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓની ગઈકાલે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તમામ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીઓને બુરખા વગર કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.

કોઈપણ વકીલ આરોપીઓ તરફથી કેસ નહીં લડે

આ દરમિયાન કોર્ટમાં વકીલો અને લોકોના ટોળા ઉમટ્યા હતા. આ દરમિયાન આરોપીઓને ટપલીદાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જો કે હાલમાં કોઈપણ વકીલ આરોપીઓ તરફથી કેસ નહીં લડે અને આરોપીઓને ફાંસીની સજા મળે તેવી માગ કરવામાં આવી રહી છે.

કેવી રીતે ઝડપાયા આરોપી?

સમગ્ર વિગતની વાત કરીએ તો તારીખ 4 ઓક્ટોબરના રોજ રાત્રે 11 કલાકની આસપાસ સગીરા પોતાના બોયફ્રેન્ડને મળવા ગઈ હતી અને 11.30 વાગ્યાની આસપાસ સગીરા અને તેનો બોયફ્રેન્ડ ભાયલીના અવાવરું સ્થળે પોતાનું વાહન પાર્ક કરી વાતો કરતા હતા. આ દરમ્યાન 5 શખ્સો સ્થળ પર આવી ગયા હતા, જેમાંથી બે યુવકો અપશબ્દો બોલી ભાગી ગયા હતા અને 3 નરાધમો પૈકી 1 શખ્સે બોયફ્રેન્ડને ધમકાવી પકડી રાખી અન્ય બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું અને બાદમાં ત્રીજા શખ્સે સગીરા પાસે જઈ હસ્તમૈથુન કર્યું. જોકે સગીરાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા શહેર અને ગ્રામ્ય પોલીસની સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ અને 48 જ કલાકમાં ત્રણેય આરોપીઓ સહિત સ્થળ પર ગયેલા અન્ય 2 લોકો સહિત પાંચેય ઝડપાઈ ગયા.

આ રીતે સમગ્ર કેસ ઉકેલાયો

પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે માહિતી આપતા કહ્યું કે સગીરા પર દુષ્કર્મ આચરનાર મુન્ના અબ્બાસ બન્જારા, મુમતાજ બન્જારા અને શાહરૂખ બન્જારાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ઘટના બાદ તાત્કાલિક ટીમો બનાવી 1000થી વધુ સીસીટીવી ચેક કર્યા, જેમાં આરોપીઓની બાઈકની નંબર પ્લેટથી એડ્રેસની ઓળખ થઈ અને આરોપીઓએ ફોન પર વાત કરી અને સ્થળ પરથી આરોપીઓ પૈકી એકના ચશ્મા મળ્યા, જેનાથી ભેદ ઉકેલવામાં સફળતા મળી. તમામ આરોપીઓ 26થી 27 વર્ષના છે અને યુપીથી 10 વર્ષ અગાઉ કામની શોધમાં આવ્યા હતા. તાંદલજા વિસ્તારમાં રહી પીઓપી અને કન્સ્ટ્રકશન સાઈટ પર જઈ છૂટક મજૂરી કરતા હતા.

તપાસ ઝડપી પૂર્ણ કરાઈ ચાર્જશીટ રજૂ કરાશે

આરોપીઓ સામે પોક્સો સહિતની કલમો દાખલ કરવામાં આવી છે. સ્થળ પર આવેલ પાંચ પૈકી જે બે યુવકો અપશબ્દો બોલી જતા રહ્યા હતા, તેઓની અટકાયત થઈ છે અને તેઓના નામ સૈફ અલી વણઝારા અને અફઝલ વણઝારા હોવાનું સામે આવ્યું છે અને તેમનો આ ગુનામાં રોલ નક્કી કરી તેમની સામે કાર્યવાહી થશે. રેન્જ આઈ જી સંદીપ સિંહનું કહેવું છે કે ક્રાઈમ બ્રાન્ચે આ કેસ તાલુકા પોલીસની હદનો હોવાથી ગ્રામ્ય પોલીસને સોંપ્યો છે અને સમગ્ર કેસમાં તપાસ માટે ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીની આગેવાનીમાં એસ.આઈ.ટી ની રચના કરાઈ છે અને ઝડપી તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાશે.

મહત્વનું છે કે મુન્ના બન્જારા અને મુમતાજ બન્જારા સાળા બનેવીનો સંબંધ ધરાવે છે અને તમામ આરોપીઓને પત્ની અને બાળકો છે. તેમ છતાં તેઓએ એક નિર્દોષ સગીરા પર દુષ્કર્મ આચર્યું અને તેઓ એટલા હવસમાં અંધ થયા કે હવે તેઓનો પરિવાર પણ જાણે આ આરોપીઓની સજા ભોગવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button