GUJARAT

Vadodara: લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબામાં વિદ્યાર્થીનીની છેડતીને લઈ મારામારી

વડોદરામાં ગરબા દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે. લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબામાં મારામારીની ઘટના બની છે. આ મારામારી બાદ એક યુવતીની હાલત કથળી હતી. શહેરમાં ગત રાત્રિએ મારામારીની ઘટના બાદ યુવતીની હાલત બગડી હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

વિદ્યાર્થીનીની છેડતી બાબતે બે જૂથો આવી ગયા સામ સામે અને કરી મારામારી


ગરબામાં M.S.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. M.S.યુનિવર્સિટીની વિદ્યાર્થીનીની છેડતી મામલે આ બબાલ થઈ હતી. જેને લઈને બે જૂથ સામ સામે આવી ગયા હતા અને મારામારી કરી હતી. ત્યારે આ અંગે સમગ્ર મામલો રાવપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. જો કે ત્યારબાદ વિદ્યાર્થી સંગઠનો દોડતા થયા બાદ આખરે સમાધાન થયું હતું.

બનાસકાંઠા જિલ્લામાં વર્ષો જૂની પરંપરા અનુસાર શેરી ગરબાઓનો ક્રેઝ વધ્યો

છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં વર્ષો જૂની પરંપરા અનુસાર શેરી ગરબાઓનો ક્રેઝ વધ્યો છે. જિલ્લામાં ઠેર ઠેર 1100થી વધુ અલગ અલગ મંડળો દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં પણ આબુ હાઈવે સ્થિત તિરુપતિ રાજનગર સોસાયટીમાં હિન્દૂ સંસ્કૃતિને ઉજાગર કરતા 51 શક્તિપીઠ સ્વરૂપ 51 દીકરીઓના પૂજન, ગૌ મૂત્રનો છટકાવ સહિત કંકુતિલક સાથે ગરબાનું આયોજન કરાયું છે. ભાવિ પેઢી સંસ્કૃતિ તરફ પ્રેરાય તે હેતુસર સોસાયટી દ્વારા ફક્ત નોરતામાં નાચગાન નહીં, પરંતુ ભાવિ પેઢી પણ હિન્દૂ સંસ્કૃતિથી વાકેફ થાય તે હેતુસર આ પ્રયાસ કરાયો છે.

સોસાયટીના લોકો મોટી સંખ્યામાં જોડાયા

જો કે નવરાત્રિના પ્રથમ દિવસે કરાયેલા આ આયોજનમાં સોસાયટીના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને હિન્દૂ સંસ્કૃતિ અનુસાર વિધિવત દેવી સ્વારૂપ દીકરીઓનું પૂજન અને ખેલૈયાઓ પર ગૌ મૂત્રનો છટંકાવ કરી પવિત્ર બની અને પ્રથમ દિવસથી જ આનંદ ઉલ્લાસ સાથે ગરબે ગુમીને માં ના ગુણલા ગાયા. જો કે આધુનિક યુગમાં શેરી ગરબાઓની જગ્યાએ પાર્ટી પ્લોટો જે સ્થાન લઈ રહ્યા હતા, પરંતુ આવા શેરી ગરબાઓ થકી શેરી ગરબાઓનું મહત્વ જળવાઈ રહે તેવો પાલનપુરની તિરુપતિ રાજનગર સોસાયટીના આયોજકોએ પ્રયાસ કર્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button