- અમારા ફળિયામાં કેમ કપડાં વેચવા આવ્યો તેમ કહી માર માર્યો
- લોકોએ છોડાવી ઇજાગ્રસ્તને સાવલી ખાતે હૉસ્પિટલમાં ખસેડાયો
- ગોઠડા ગામે કપડાંનું વેચાણ કરતા ફેરિયા પર હુમલો કરનાર આરોપી તેમજ ઇજાગ્રસ્ત ફેરિયો.
સાવલી તાલુકાના ગોઠડા ગામે કપડાની ફેરી કરીને વેચાણ કરતા ફેરિયાને અમારા ગામમાં કેમ વેચવા આવ્યો છે. તેમ કહી માર મારતા સાવલી પોલીસ મથકે ફરિયાદી શાદીક હારૂનભાઈ જાતે-વ્હોરા (ઉ.વ.50 ધંધો-વેપાર (રહે-આણંદ, ઈસ્માઈલ નગર) આણંદે ફરિયાદ નોંધાવતા સાવલી પોલીસે તપાસ હાથ ધરી છે.
ફરિયાદી છુટક કપડા વેચવાનો ધંધો કરીને જીવન ગુજરાન ચલાવે છે. એક્ટિવા નં-GJ-06-MQ-5463 અલગ-અલગ તાલુકા અને ગામોમા છુટક કપડા વેચવા જાય છે. ત્યારે તા-19-8-24ના રોજ કપડા લઈને નીકળેલ અને ગોઠડા ગામે ગયો હતો. હાથલારી લઈ તેમા કપડા મુકી ગામમા ફેરી મારવા નીકળેલ હતા. આશરે બપોરના 12.30 વાગ્યાના સમયે બારીયા વગામા પહોચતા ત્યાં બે-ત્રણ માણસો હાજર હતા. જેમાથી કોઈ એક માણસ આવીને કહેલ કે, તુ કયાંથી આવ્યો છે. તમે કેમ અમારા ફળિયામાં કપડા વેચવા આવ્યો છો ? તમારે અહી કપડા વેચવા નહી આવવાનું તેમ કહી ગાળો બોલવા લાગેલ હતો. જેથી તેને ગાળો બોલવાની ના પાડતા તેને મારી ફેંટ પકડીને તેને હાથે પહેરેલ કડું મારા માથાના ભાગે મારી દેતા લોહી નીકળ્યું હતું. જેથી બુમાબમ કરતા ત્યા ફળિયાના બીજા બે માણસો દોડી આવીને વધુ મારથી છોડાવેલ હતો. તેઓ કહેતા હતા કે, શુ કામ ધર્મેશ કાકાને મારે છે ? આ કાકા તો ખાલી આપણા ફળિયામા કપડા વેચવા આવ્યા છે. અને હમણા જતા રહેશે. તેમ કહેતા આ ધર્મેશ ત્યાથી જતો રહ્યો હતો. ગામલોકો મને ખાનગી વાહનમાં સાવલી જન્મોત્રી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
Source link