- વિદ્યાર્થિનીઓને અન્ય પ્રાથમિક શાળામાં સારું શિક્ષણ ન મળતું હોવાનો આક્ષેપ
- 257 વિદ્યાર્થિની વચ્ચે શાળામાં ફક્ત ચાર શિક્ષકો હોઇ અભ્યાસને થઈ રહેલી અસર
- કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય શેક્ષણિક કાર્ય બંધ કરાતા કોમ્પ્યુટર લેબ અને અન્ય સામગ્રી ધૂળ ખાઈ રહી છે.
નસવાડી તાલુકાના પોચબા ખાતે વર્ષ 2006માં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શરૂ કરાઇ હતી. જેમાં ધો. 6થી 8 પ્રાથમિક શાળા શરૂ કરાઇ હતી. જેમાં આદિવાસી કન્યાઓના માતા પિતા સૌરાષ્ટ્ર મજૂરી કામે જતા હતા. કન્યાઓને અભ્યાસ કરવા માટે હોસ્ટેલમાં મુકતા હતા.
અને ત્યાં જ શિક્ષણની સુવિધા સાથે રહેવા જમવાની સહીતની સુવિધાઓ અપાતી હતી. શાળામાં કરાઠે તેમજ ખો-ખો કબડ્ડી જેવી રમતોમાં આ શાળાનું નામ તાલુકા અને જિલ્લામાં મોખરે રહેતું હતું. શાળામાં વર્ષ 2023માં ધો. 9થી 12ના વર્ગોની મંજુર અપાઇ હતી. હાલ આ શાળામાં 100 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી હતી. પરંતુ હાલ આ શાળામાં શૈક્ષણિક કાર્ય જ બંધ કરી દેવાતા હોસ્ટેલમાં રહેતી કન્યાઓને ગામની બીજી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે મોકલાય છે. જયારે ધો. 9ની 25 વિદ્યાર્થિનીઓને આમરોલી ખાતે શાળામાં 6 કિમી દૂર અભ્યાસ માટે મોકલાય છે. જયારે પોચબા પ્રાથમિક શાળામાં હાલ 257 વિદ્યાર્થિની છે. તેની સામે ફ્ક્ત 4 શિક્ષકો ફરજ બજાવે છે. એક રૂમ બે વર્ગો ચલાવે છે. 50થી વધારે બાળકોને એક સાથે બેસાડાય છે. જેનાથી વિદ્યાર્થિનીઓના અભ્યાસ ઉપર ગંભીર અસર પડી રહી છે. જયારે કસ્તુરબા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે, પ્રાથમિક શાળામાં અમને સારું શિક્ષણ મળતું નથી. અમારી શાળામાં ફરીથી શેક્ષણિક કાર્ય શરૂ કરાવવું જોઈએ. અમારી સાથે અન્યાય થઇ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં ચાલતી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી ભરી નથી રહી જેના કારણે બાળકોનું પાયાનું શિક્ષણ જ કાચું રહી જતું હોય છે.
75 કન્યા અન્ય પ્રા.શાળામાં અને 25 કન્યાને આમરોલી ખાતે મોકલાઇ
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં શેક્ષણિક કાર્ય બંધ કરીને મર્જ કરતા ધો 6થી 8ની 75 કન્યાઓ બીજી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા મોકલવામાં આવી રહી છે. જયારે ધો. 9ની 25 કન્યાઓને આમરોલી શાળામાં મોકલવામાં આવે છે.
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં શિક્ષકો પૂરતા નથી
સરકારે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં જ કન્યાઓને અભ્યાસ મળતો હતો. તે બંધ કર્યો છે, તે ખોટું છે. શાળા મર્જ કરી જ્યાં બાળકોને મુકાયા છે. ત્યાં શિક્ષકો જ પૂરતા નથી. તો કેવી રીતના અમારા બાળકો કેવી રીતના ભણશે સરકારે જે નિર્ણય લીધો છે. તે ખોટો છે. ગરીબ આદિવાસી વિદ્યાર્થિનીઓના હિત માટે હોસ્ટેલ સાથે શિક્ષણની સુવિધા અપાતી હતી. તે રીતના જ શિક્ષણની સુવિધા આપવા આદિવાસી સમાજની માગણી છે.
257 બાળકો વચ્ચે માત્ર ચાર શિક્ષકોથી તકલીફ
ધો. 1થી 5માં હું એકલી અભ્યાસ કરાવું છું. અને 6થી 8માં 3 શિક્ષકો છે. આમ 257 બાળકો વચ્ચે ફ્ક્ત 4 શિક્ષકો છે. જેનાથી અભ્યાસ કરવામાં મુશ્કેલી પડે છે.
Source link