- સુપર સ્પેશ્યલાઇઝેશન કરવાની ડૉ.નૈસર્ગીની ઇચ્છા
- એમબીબીએસના ચારેય વર્ષમાં તેનો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો
- પહેલા પ્રયત્નેજ તેને નીટ પીજીની પરીક્ષા પાસ કરી એટલુજ નહી દેશમાં ચોથા નંબરે અને રાજયમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો
બરોડા મેડિકલ કોલેજની ડૉ.નૈસર્ગી રાવલ નીટ પીજીની વર્ષ 2024માં લેવાયેલી પરીક્ષામાં ઓલ ગુજરાતમાં ફર્સ્ટ અને દેશમાં ચોથા ક્રમાંકે ઉતિર્ણ થઇ હતી. ડૉ.નૈસર્ગી એમડી ફીઝીશીયન કર્યા બાદ સુપર સ્પેશ્યલાઇઝેશન કરવાની ઇચ્છા પણ ધરાવે છે.
શહેરના અકોટા વિસ્તારમાં રહેતા ડૉ.અંકુર રાવલ ફિઝીશયન છે. તેમની પુત્રી નૈસર્ગી વર્ષ 2028માં બરોડા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. વર્ષ 2023માં તેને એમબીબીસ કર્યુ હતુ. એમબીબીએસના ચારેય વર્ષમાં તેનો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો. પહેલા પ્રયત્નેજ તેને નીટ પીજીની પરીક્ષા પાસ કરી એટલુજ નહી દેશમાં ચોથા નંબરે અને રાજયમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. નીટ પીજીની પરીક્ષા દેશમાંથી બે લાખ ઉપરાંત તબીબી વિદ્યાર્થીઓએ આપી હતી. ડૉ. નૈસર્ગીએ એક ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યુ હતુકે તેને જયારે ફર્સ્ટ એમબીબીએસમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારથીજ તેને પોસ્ટ ગ્રેજયુએશન કરવાનુ નકકી કર્યુ હતુ. આ માટે તેને પ્રથમ દિવસથીજ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ વર્ષે અગાઉ બે વાર નીટ પીજીની પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો હતો. પરંતુ તેમ છતા મારી પરીક્ષા બાકી છે. તેવુ સમજીને મેં તૈયારીઓ ચાલુજ રાખી હતી. સહેજ પણ વિચલીત થઇ ન હતી.
યુનિવર્સિટીની એકઝામ પણ એટલીજ મહત્વની હોય છે. અભ્યાસક્રમ તો નીટ પીજી માટેનો સરખોજ હોય છે. નીટ પીજીમાં MCQ (મલ્ટીપલ ચોઇસ ક્વેશીયન)હોયછે.
Source link