GUJARAT

Vadodara: સાવલીની પોકસો કોર્ટે દુષ્કર્મના આરોપીને ફટકારી આજીવન કેદની સજા

વડોદરાના સાવલીમાં દુષ્કર્મ કેસ મામલે કોર્ટે આરોપીને મોટી સજા ફટકારી છે. સાવલીની પોક્સો કોર્ટ દ્વારા દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને સાથે જ દંડ પર ફટકાર્યો છે. સાવલી પોલીસ મથકમાં વર્ષ 2023માં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.

આરોપીને અગાઉ પણ પોકસોના ગુનામાં થઈ છે સજા

આરોપી સુનીલ ઘનશ્યામ સોલંકી રહે. માતાભાગોળ સાવલી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ કેસ ચાલી રહ્યો હતો અને આજે સાવલીની પોકસો કોર્ટના જજ જે.એ.ઠક્કરે સરકારી વકીલ સી.જી.પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આજીવન કેદની સજા ફટકારી છે. તમને જણાવી દઈએ કે આરોપી સુનીલ સોલંકી અગાઉ પણ પોકસોના ગુનામાં 5 વર્ષની સજા ભોગવી રહ્યો છે અને પેરોલ પર છૂટીને દુષ્કર્મનો બીજો ગુનો આચરતા કોર્ટે કડક સજા ફટકારી છે.

કોર્ટે આરોપીને સજાની સાથે 1 લાખનો દંડ પણ ફટકાર્યો

આ સાથે જ પોક્સો કોર્ટે આરોપીને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે. તેમજ જિલ્લા લીગલ ઓથોરિટીને વિકટીમ કોમ્પેનસેશન સ્કીમ હેઠળ રૂપિયા 4 લાખની સહાય ચૂકવવા માટે પણ ભલામણ કરી છે. તેમજ આરોપી જે દંડ ભરે તે પીડિતાના પરિવારને ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે.

ડભોઈમાં 18 વર્ષીય યુવતી સાથે સાવકા પિતાએ આચર્યું દુષ્કર્મ

થોડા દિવસ પહેલા જ વડોદરાના ડભોઈનગરમાં બળાત્કારની ઘટના સામે આવી હતી. 13 ઓક્ટોબરે 18 વર્ષીય યુવતી સાથે સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની માતા સાથે પ્રેમ સંબંધ રાખી પતિની જેમ સાથે રહેતો અને સગીરા તેને કાકા તરીકે બોલાવતી એવા નરાધમે જ 18 વર્ષીય યુવતી સાથે બે વાર દુષ્કર્મ આચર્યું હતું. ડભોઈ નગરના એક વિસ્તારમાં ભોગ બનનાર યુવતી માતા સાથે રહેતી હતી. યુવક યુવતીના પિતાના મૃત્યુ બાદ ડભોઈ નગરમાં માતા અને ભાઈ સાથે મામાના ઘરે રહેતી હતી. યુવતીના ઘરમાં કોઈ ના હોય તે સમયે આ યુવક યુવતીને ધમકાવી તેની સાથે બે વાર દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં માતાને અને તેને મારી નાખવાની ધમકી આપી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button