GUJARAT

Vadodara: દેશના સાતમાં ક્રિએટિવ સિટી બનવા માટે થનગનાટ

  • પાલિકાએ દોઢ વર્ષ સુધી લોકોનાં સૂચનો મેળવ્યાં
  • યુનેસ્કોમાં ક્રિએટિવ સિટીનો દરજ્જો અપાવવા કવાયત
  • VMC દ્વારા એક દિવસીય હેરિટેજ વર્કશોપનું આયોજન

વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા વડોદરા શહેરને ક્રિએટિવ સિટીનો દરજ્જો યુનેસ્કો (UNESCO)માં દ્વારા પ્રાપ્ત થાય તે માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે 10મી ઓગસ્ટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 1 દિવસીય હેરિટેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા દેશનું સાતમું ક્રિએટિવ સિટી બનવા માટે તૈયાર થઈ રહ્યું છે. આ માટે VMCએ દોઢ વર્ષ સુધી લોકોનાં સૂચનો પ્રાપ્ત કર્યા હતાં. જ્યારે શહેરની 129 હેરિટેજ બિલ્ડિંગની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. ક્રિએટિવ સિટીના દરજ્જા માટે વિવિધ પેરામીટર્સ ગણતરીમાં લેવાયા છે. જેમાં શહેરમાં લોકોની સુરક્ષા અને સલામતીનું ધ્યાને લેવામાં આવ્યું છે.

આ પ્રસંગે વડોદરાને ક્રિએટિવ સિટીનો દરજ્જો અપાવવા પ્રસ્તાવ મૂકનાર બાળકૃષ્ણ શુક્લે જણાવ્યું હતું કે, દેશના અન્ય રાજ્ય અલગ-અલગ ઓળખ ધરાવે છે. જ્યારે વડોદરા શિક્ષણ અને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાય છે. વડોદરા શહેર અને તેની નજીકમાં અનેક ઐતિહાસિક જોવાલાયક સ્થળો આવેલાં છે. ત્યારે વડોદરા શહેરનો ટુરિઝમ તરીકે સારો વિકાસ થઇ શકે છે.

મહાનગરપાલિકાનું હેરિટેજ ટ્રસ્ટ સાથે MOU

આ વર્કશોપમાં અલગ-અલગ ક્ષેત્રના બુદ્ધિજીવોએ ઉપસ્થિત રહી સૂચનો રજૂ કર્યાં હતાં. વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ટ્રસ્ટ સાથે MOU કરવામાં આવ્યું છે. વડોદરા શહેરને ક્રિએટિવ સિટીનો દરજ્જો અપાવવા માટે વડોદરા ટીમ દ્વારા એક -દોઢ વર્ષ પહેલાં શહેરીજનોનાં સુચનો લઈને કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી. તેના ફળ સ્વરૂપ કોર્પોરેશન દ્વારા ક્રાંતિકારી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

હેરિટેજ ટ્રસ્ટ 129 હેરિટેજ ઇમારતો માટે કામ કરશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં હેરિટેજ ટ્રસ્ટ દ્વારા 129 જેટલી હેરિટેજ બિલ્ડિંગની યાદી તૈયાર કરવામાં આવી છે. ત્યારે હેરિટેજ ટ્રસ્ટ દ્વારા આ તમામ હેરિટેજ ઇમારતો માટે કામ કરશે. રાજ્ય સરકાર દ્વારા કોર્ટ માટે 20 કરોડની ગ્રાન્ટ અને લાલ કોર્ટ માટે 10 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવેલ છે. આમ વડોદરાની વિરાસતોને જાળવવા માટે સરકાર પણ સાથે છે.

ગણેશ ઉત્સવની શરૂઆત વડોદરાથી થઈ

રાજ્યસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ વધુમાં જણાવ્યું કે, વડોદરા આગવી ઓળખ ધરાવે છે, જેમાં ગરબાને હેરિટેજનો દરજ્જો મળ્યો છે. સમગ્ર દેશમાં વડોદરા શહેરમાં પ્રથમ ગણેશ ઉત્સવની શરૂઆત થઇ હતી. નરસિંહજીનો વરઘોડો, જેવા ઉત્સવોનો સમાવેશ થાય છે. વડોદરા એક એવું શહેર છે, જ્યાં સૌથી વધુ ઉત્સવોની ઉજવણી થાય છે. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું નામ વિશ્વામિત્ર ઋષીના નામથી છે. વડોદરામાં ઐતિહાસિક વાવ પણ આવેલી છે. લક્ષ્મી વિલાસ પેલેસ, મકબરા, વડોદરા નજીક કારવણ ખાતે ભગવાન શંકરના છેલ્લા આવતાર મનાતા લકુલીશ મહાદેવનું મંદિર છે. હેરિટેજમાં સમાવેશ કરવામાં આવેલ ચાંપાનેર છે. SOU છે. બાલાસિનોર ખાતે ડાયનાસોર પાર્ક છે. ત્યારે વડોદરા શહેરનો ટુરિઝમ તરીકે સારો વિકાસ થાય તેમ છે.

વડોદરાનું સૌદર્યં વધારવાની દિશામાં કામ શરૂ

હેરિટેજ ટ્રસ્ટના ચેરમેન સમીર ખેરાએ જણાવ્યું હતું કે, વડોદરા ઐતિહાસિક નગરી છે. વડોદરામાં અસંખ્ય હેરિટેજ ઇમારતો છે, પરંતુ તેમાંથી 129 ઇમારતોની યાદી તૈયાર કરવામાં આવી છે. વડોદરાને ક્રિએટિવ સિટીનો દરજ્જો અપાવવા માટે શહેરને વધારે સુંદર બનાવાની દિશામાં કામ શરૂ કરવામાં આવશે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

UCCN દેશનાં કયાં શહેરો સામેલ

• જયપુર: હસ્તકલા અને લોકકલા (2015)

• વારાણસી: ક્રિએટિવ સિટી ઓફ મ્યુઝિક (2015)

• ચેન્નાઈ: ક્રિએટિવ સિટી ઑફ મ્યુઝિક (2017)

• મુંબઈ: ફિલ્મ (2019)

• હૈદરાબાદ: ગેસ્ટ્રોનોમી (2019)

• શ્રીનગર: હસ્તકલા અને લોકકલા (2021)


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button