- અવિરત વરસાદના કારણે નીચણવાળા નદી કાંઠાના વિસ્તારોને ચેતવણી
- વિશ્વામિત્રી નદીના જળસ્તર વધતા ફાયર વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી
- વહેલી સવારથી અત્યારસુધી 50થી વધુ વૃક્ષો ધરાશાયી થયા
વડોદરામાં અવિરત વરસાદને પગલે તંત્ર એકશનમાં આવ્યું છે. જેમાં અવિરત વરસાદના કારણે નીચણવાળા નદી કાંઠાના વિસ્તારોને ચેતવણી આપવામાં આવી છે. વિશ્વામિત્રી નદીના જળસ્તર વધતા ફાયર વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. વિશ્વામિત્રીના પટમાં આવતા નીચાણવાળા વિસ્તારમાં માઇક દ્વારા નાગરિકોને ચેતવવામાં આવી રહ્યા છે.
રાવપુરા વિસ્તારમાં વિશાળ વૃક્ષ ધરાશાયી થયુ
રાવપુરા વિસ્તારમાં વિશાળ વૃક્ષ ધરાશાયી થયુ છે. જેમાં રાવપુરા પોલીસે ડિટેઇન કરેલા વાહનો દબાયા છે. તેમાં 10થી વધુ વાહનો વૃક્ષ નીચે દબાયા છે. બે રિક્ષાઓતો હવામાં લટકતી જોવા મળી છે. રાવપુરા પોલીસે વિવિધ ગુનાઓમાં વાહનો કબ્જે કર્યા હતા. જેમાં વહેલી સવારથી અત્યારસુધી 50થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ફરી રહી છે. અવિરત વરસી રહેલ વરસાદને પગલે શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં સુખ શાંતિ એપાર્ટમેન્ટ પાસે વૃક્ષ ધરાશાયી થયુ છે.
સૌથી ઓછો વરસાદ સિનોર ખાતે ત્રણ મીલીમીટર પડ્યો
વૃક્ષ ધરાશાય થવાની ઘટનાને પગલે ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા છે. તેમજ વૃક્ષને દૂર કરી કારને સલામત કરી છે. સવારથી જ ફાયર બ્રિગેડનું તંત્ર વૃક્ષો ધરાશાયી થવાના કોલને પગલે દોડતુ થયું છે. જેમાં સવારે 6:00 થી 10:00 વાગ્યા સુધીના શહેર જિલ્લાના વરસાદના આંકડા જોઇએ તો વડોદરા 52mm, સાવલી 58mm, ડભોઇ 30mm, વાઘોડિયા 31mm, સિનોર 03mm, કરજણ 31mm, ડેસર 85mm, પાદરા 68mm વરસાદ આવ્યો છે. તેમજ સૌથી વધુ વરસાદ ડેસર ખાતે 85 mm નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ સિનોર ખાતે ત્રણ મીલીમીટર પડ્યો છે.
Source link