એક માતાને દિકરી સાથે મળવા ન દેતાં અમદાવાદના ચાંદખેડા પીઆઈનો ઉધડો લેતી ગુજરાત હાઇકોર્ટ

ચાંદખેડા વિસ્તારમાં પોલીસ મથકે નોંધાયેલા એક કેસમાં એક માતાને તેની 4 વર્ષની પુત્રીને મળવા ન દેતા હાઇકોર્ટ લાલઘૂમ થઇ હતી.
આ અંગેની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટના જજશ્રીએ પીઆઇનો ઉધડો લઇને એવી ફટકાર લગાવી કે એક માતાની વેદના ન સમજનાર આવા પોલીસ અધિકારીઓ સમાજ માટે જોખમી છે.
કેમ કે જે કેસમાં 10 વર્ષથી વધુ સજાની જોગવાઈ છે તેવા 8 કેસોમાં પીઆઇ તપાસ કેમ નથી કરી રહ્યા તે એક નવાઇ પમાડે તેમ છે.
હાઇકોર્ટે વધુમાં નોંધ્યું કે, આવા કેસમાં પીઆઇ કક્ષાના ઉચ્ચ જવાબદાર પોલીસ અધિકારી કાર્યવાહી કેમ કરતાં નથી તે માટે ગંભીર ગુનાના રાજ્ય સરકાર આવા બેજવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ ચલાવવી જોઇએ અને
જો તેમની સામે કોઇ કાર્યવાહી નહીં કરે તો નાછૂટકે હાઇકોર્ટને તેમની સામે તપાસના આદેશો આપવાની ફરજ પડશે. સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ આ અંગે રાજ્ય સરકારનું ધ્યાન દોરીને યોગ્ય પગલા લેવા જણાવશે.