NATIONAL

Varansi: નહી જોઇ હોય આવી દિવાળી, 12 લાખ દીવાથી ઝળહળશે કાશી

દિવાળી એ હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર ગણાય છે. આ દિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ કાશીની દિવાળીની તો વાત જ ન થાય. તેમાં પણ દેવ દિવાળીની રોનક તો ગજબ હોય છે. આવી દેવ દિવાળી તો ક્યાંય જોઇ નહી હોય. ચોમરે રોશની, ઝમગાટ. જ્યાં જુઓ ત્યાં દીવા જ દીવા જોવા મળે છે. ત્યારે આ વખતની દેવ દિવાળી અત્યાર સુધીની દેવ દિવાળી કરતા ભવ્ય હશે. જે માટે અત્યારથી જ કાશી પ્રશાસન દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.

ગાયના છાણમાંથી બનાવાશે દીવા 

આ વખતે દેવ દિવાળીના દિવસે કાશીના 84 ઘાટ અને શહેરના તળાવોના કિનારે 12 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. ગાયના છાણમાંથી લગભગ 3 લાખ દીવા બનાવવામાં આવશે. આ ઉપરાંત લેસર શોનું આયોજન કરવામાં આવશે. લોકો ગ્રીન ફટાકડા પણ જોઈ શકશે. વારાણસી પ્રશાસને આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે દેવ દિવાળી 15 નવેમ્બરે આવી રહી છે. આ દિવસે કાશીના ઘાટ દીવાઓથી ઝળહળી ઉઠશે. કાશીના અર્ધચંદ્રાકાર ઘાટની સાથે તળાવ અને જળાશયોમાં પણ દીવા પ્રગટાવવામાં આવશે. આ વખતે 12 લાખ દીવા પ્રગટાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ઐતિહાસિક ઘાટોને પણ ઇલેક્ટ્રીક લાઈટોથી ઝળહળતી કરવામાં આવશે. ગંગાની રેતી પર દીવાઓ પણ પ્રગટાવવામાં આવશે જેથી ઘાટ પરથી ગંગા પાર કરવાનો ભવ્ય નજારો જોવા મળશે.

પર્યટન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર રાજેન્દ્ર કુમાર રાવતે કહ્યું કે 12 લાખ દીવા બનાવવામાં આવશે. યોગી  સરકારના ઘણા વિભાગો કાશીના વિવિધ ઘાટો પર દીવા પ્રગટાવવાનું કામ કરાશે.  લોકભાગીદારી માટે સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ પાસેથી પણ સહકાર લેવામાં આવશે. 

લેસર શૉ અને ગ્રીન ફટાકડા ફોડવાનું આયોજન 

દેવ દિવાળી પર દેશ-વિદેશમાંથી લાખો લોકો કાશી આવી પહોંચે છે. આ દિવસની રોનક જ કંઇક અલગ હોય છે. અહીંના દરેક ઘાટની પોતાની જ એક આગવી શૈલી જોવા મળે છે.  દરેક ઘાટ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મુખ્ય ઘાટ પર લેસર શો અને ગ્રીન ફટાકડા ફોડવાનું પણ આયોજન કરવામાં આવશે. લેસર શો દ્વારા ગંગા વંશ અને શિવ મહિમાની કથા બતાવવામાં આવશે. પર્યાવરણ જાળવણીનો સંદેશો આપતા ગંગાની આજુબાજુની રેતી પર પ્રદૂષણ મુક્ત ગ્રીન ફટાકડા ફોડવાનું આયોજન કરવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button