ટીમ ઈન્ડિયાએ T20 સિરીઝમાં ઈંગ્લેન્ડને હરાવ્યું. ભારત તરફથી તિલક વર્મા, અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તીએ શાનદાર પ્રદર્શન કર્યું. T20 રેન્કિંગમાં અભિષેકને મોટો ફાયદો થયો છે. તેને 38 સ્થાનનો કૂદકો માર્યો છે. જ્યારે તિલકને નુકસાન થયું. સૂર્યકુમાર યાદવને પણ રેન્કિંગમાં નુકસાન થયું છે. અભિષેક શર્માના કારણે તિલક એક સ્થાન ગુમાવ્યું છે.
ICC એ T20 બોલરોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તીને સૌથી વધુ ફાયદો થયો છે. તે 3 સ્થાનના ફાયદા સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. હવે ફક્ત વેસ્ટ ઈન્ડીઝના સ્પિનર અકીલ હુસૈન જ તેમનાથી આગળ છે. ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં વરુણનું પ્રદર્શન ઉત્તમ રહ્યું. તેને 14 વિકેટ લીધી.
ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં મચાવી ધૂમ
ચક્રવર્તી 705 રેટિંગ પોઈન્ટ સાથે સંયુક્ત બીજા સ્થાને પહોંચી ગયા છે. તેને આદિલ રશીદ (705) ની બરાબરી કરી. આ લિસ્ટમાં અકીલ હુસૈન 707 પોઈન્ટ સાથે ટોપ પર છે. ઈંગ્લેન્ડ સામેની T20I સિરીઝમાં, તેને 9.86 ની એવરેજથી 14 વિકેટ લીધી હતી જ્યારે તેનો ઈકોનોમી રેટ 8 (7.67) કરતા ઓછો હતો. તેને એક ઈનિંગમાં 5 વિકેટ પણ લીધી.
તેનો સાથી ખેલાડી રવિ બિશ્નોઈ ચાર સ્થાન ઉપર આવીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. તેને ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં 5 વિકેટ લીધી હતી.
વરુણ ચક્રવર્તીને ODI સિરીઝ માટે ટીમમાં મળ્યું સ્થાન
વરુણ ચક્રવર્તીએ T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ, તેને વનડે સિરીઝમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે તેને ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ઈંગ્લેન્ડના બેટ્સમેનોને તેની બોલિંગ સમજવી મુશ્કેલ બની રહી છે.
તિલક વર્માને થયું નુકસાન
ICC બેટ્સમેનોની તાજેતરની T20 રેન્કિંગમાં અભિષેક શર્મા બીજા સ્થાને છે. જ્યારે તિલક વર્મા ત્રીજા સ્થાને છે. તિલક પહેલા બીજા નંબરે હતા. પરંતુ અભિષેકના કૂદકાને કારણે તે એક સ્થાન નીચે આવી ગયો છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ હારનો સામનો કરવો પડ્યો છે. તે પણ એક સ્થાન નીચે આવી ગયો છે. સૂર્યા પાંચમા ક્રમે આવી ગયો છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડ ટોચ પર યથાવત છે. ફિલ સોલ્ટને પણ ઈંગ્લેન્ડ સામે એક સ્થાનનું નુકસાન થયું છે. તે ચોથા નંબરે આવી ગયો છે.
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.