હાલમાં રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર પેટાચૂંટણીનો જંગ જામ્યો છે. આગામી 13 નવેમ્બરે વાવ બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે હાલમાં તમામ પાર્ટીઓ મતદારોને રિઝવવામાં પડી છે અને એકબીજી પાર્ટીમાં આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરી રહી છે.
ભાજપે કોને સસ્પેન્ડ કરવા તે એમનો અંગત નિર્ણય: ગેનીબેન ઠાકોર
આ દરમિયાન કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ અને લાલજી પટેલ પર મોટું નિવેદન આપ્યું છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે આ એ જ નેતા અને ઉમેદવાર છે, જેમને ચૌધરી સમાજના 90 ટકા વોટ ભાજપમાં લઈ ગયા હતા. આ એમની સમજી અને વિચારેલી સાજીશ છે. જો કે ભાજપે કોને સસ્પેન્ડ કરવા તે એમનો અંગત નિર્ણય છે પણ હું માનું છું ત્યાં સુધી આ માત્ર દેખાવ છે. નામના લઈ શકાય પણ એક હોદ્દા પર રહેલાના નજીકના છે, ભૂતકાળમાં એમના સમાજના 90 ટકા વોટ લીધા હતા.
અમે ગુલાબભાઈને જીતાડવા મહેનત કરી રહ્યા છીએ: ગેનીબેન ઠાકોર
ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે હવે આટલી નફરત શા માટે છે તે સમજાતું નથી. જો કે એમના નિર્ણય એમને મુબારક છે. એક તરફ ઠાકોર સેનાના નેતા દ્વારા ટિકિટ અપાવાય છે અને બીજી તરફ અપક્ષ ચૂંટણી લડાવે છે. અમે ગુલાબભાઈને જીતાડવા મહેનત કરી રહ્યા છીએ.
સાંસદ ગેનીબેનના પોલીસ અધિકારીઓ પર પ્રહાર
વધુમાં સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે પોલીસને બધી ખબર હોતી નથી પણ ઘણા પોલીસવાળા જે કરે છે તે યોગ્ય નથી. અધિકારીઓને કહીશ કે તમારા આકા કાયમ નહીં રહે. તેથી ગેનીબેને લોકોને કહ્યું કે સરકારી અધિકારી જેની ડ્યૂટી નથી તે આવે તો ફોટો લઈ લેજો, વોટ માગવા આવે તો તેના ફોટો-વીડિયો લઈ લેજો, સરકાર ભલે કંઈ ના કરે પણ હું એને કોર્ટમાં ઊભો કરી દઈશ.
Source link