વાવ તાલુકાના અસારાગામના ખેડૂતના ખેતરમાં છેલ્લા ત્રણ વર્ષથી ઓવરફ્લો થઈ તૂટી જતુ હોઈ ખેતરમાં પાણી ફરી વળતા હોઈ વાવેતર કરી શકાતું નથી જેને લઇ સત્વરે કેનાલનું રીપેરીંગ કામ કરી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોએ લેખિત રજૂઆત કરી હતી.
વાવની ચતરપૂરા માઈનોર કેનાલ રબારી માંનાભાઈ કાળાભાઈના ખેતરમાં છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર તૂટી જતી હોવાના કારણે ત્રણ વર્ષથી શિયાળુ સીઝન લઈ શકતા નથી પાછળના ખેડૂતોને પણ છેલ્લા ત્રણ વર્ષથી પાણી મળતું નથી જેઓ પણ સીઝન નો પાક લઈ શકતા નથી આ બાબતે વારંવાર ત્રણ વર્ષથી મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં રીપેરીંગ કરવામાં આવતું નથી રીપેરીંગ કરવા વાળા રાજકીય જેક વાળા હોઈ નબળું કામ કરી બિલ પાસ કરાવી નાખે છે ખોટા જવાબો આપી ખેડૂતોને ગેરમાર્ગે દોરી આજ રિપેર કરી નાખું કાલ કરી નાખું તેવા વાહિયાત જવાબો આપી અમોને છેતરે છે આખી સીઝન અમારું ખેતર પાણીથી ભરાયેલું રહે છે ચાલુ સાલે પણ આ જ હકીકત બનેલ છે હાલ ખેતર પાણીથી ભરેલ છે.
અમો એ જમીન સમી કરી પિયત કરવા સારુ મુકેલ હતું પાણી છોડતા મારું આખું ખેતર ભરાઈ ગયેલ છે અમો એ ત્રણ વર્ષથી આ ખેતરમાં પિયત કરી શકતા નથી તેનું તથા ખેતરને સામું કરી બિયારણ સુધીનું તમામ વળતર આપવા તથા ચાલુ શાલે તાત્કાલિક રિપેર કરવા માગ કરી હતી જો તાત્કાલિક રિપેર નહિ કરવામાં આવેતો અમો ભૂખ હડતાળ ઉપર ઉતરી ગાંધી ચિન્હા માર્ગે જવા પ્રેરાઈશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Source link