- ગેરકાયદે રેતી વહન કરતા રૂા. 25 લાખના વાહનો કબજે
- બોડેલી મોડાસર ચોકડી અને પાવીજેતપુરના વાઘેથાથી ઝડપાયેલા વાહનો
- ગેરકાયદે રેતી વહન કરતા ઝડપાયેલા રેતી ભરેલા ટ્રેક્ટર.
બોડેલી વિસ્તારમાંથી પંદર ટ્રેક્ટર પકડાયા બાદ ખાણ ખનીજ વિભાગે પાવી જેતપુર તાલુકાના વાઘેથાથી એક લોડર, બોડેલીના મોડાસર ચોકડી ખાતેથી વગર રોયલ્ટીની ટ્રક, સંખેડાના બહાદરપુર ગામેથી બે ટ્રેક્ટર મળી આશરે પચ્ચીસ લાખથી પણ વધુના વાહનો પકડી પાડયાં હતા. જોકે હજુ પણ સંખેડા – બહાદરપુર વચ્ચેના ઓરસંગ પટમાં, ગામતળ તેમજ પંચેશ્વર, નાગરવાડા વિસ્તારમાંથી ટ્રેક્ટર દ્વારા ગેરકાયદે રેતી ખનન થતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
રેતીની લીઝો બંધ છે. પરંતુ તેમ છતાં ટ્રેક્ટરો દ્વારા મોટાપાયે રેતી ખનન કરાઇ રહ્યું છે. જોકે રેતી ખનન માફીયાઓને ઝડપી પાડવા છોટાઉદેપુર ખાણ ખનીજ તંત્ર પણ બરાબરનું કમર કસી રહેલ છે. ત્યારે વાઘેથાથી લોડર બોડેલી નજીકના મોડાસર માર્ગ ઉપરથી રેતી ભરીને પસાર થઈ રહેલ ટ્રક, જ્યારે સંખેડાના બહાદરપુર ખાતેથી બે ટ્રેક્ટરો સહિત અંદાજીત રૂા.25 લાખથી પણ વધુના મુદ્દામાલ પકડી પાડયો હતો.
Source link