મુંબઈમાં ગણેશ વિસર્જન દરમિયાન બોટ પલટી હોવાનુ સામે આવ્યું છે. વર્સોવા ચોપાટી પર ગણેશ વિસર્જન વખતે દુર્ઘટના બની હતી. બોટ પલટી જવાથી અનેક લોકો દરિયામાં પડ્યા હતા. ગણપતિ બાપ્પાનું વિસર્જન થઇ રહ્યું હતું તે વખતે અચાનક બોટ પલટી ગઇ હતી. જો કે કેટલાક લોકો તરીને બહાર આવી ગયા હતા જ્યારે કેટલાક લોકો તરીને બહાર નીકળ્યા હતા. જો કેટલાકને સ્થાનિકોએ બચાવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું નથી.
સારવાર માટે લઇ જવાયા હોસ્પિટલ
ઘટનાની માહિતી આપતા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અંધેરીના રાજા રવિવારે સવારે લગભગ 11 વાગ્યે ગણપતિની મૂર્તિના વિસર્જન માટે વર્સોવા ચોપાટી પહોંચ્યા હતા. વિસર્જન દરમિયાન બોટ અચાનક પલટી ગઈ હતી. જેના કારણે બોટમાં સવાર ઘણા લોકો દરિયામાં પડી ગયા હતા. અકસ્માત બાદ કેટલાક લોકો તરીને સલામત રીતે પાણીમાંથી બહાર આવ્યા હતા. જ્યારે કેટલાકને તરતા આવડતું ન હતું. નજીકના કોળી સમાજના લોકોએ નાની હોડીમાં તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. દરિયામાં પડી જતાં અનેક લોકોના પેટ પાણીથી ભરાઈ ગયા હતા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
Source link