- વિનોદ કાંબલીએ ભારત તરફથી 104 વનડે મેચ રમી હતી
- ઈન્સ્ટાગ્રામ પર વિનોદ કાંબલીનો વીડિયો શેર કરવામાં આવ્યો છે
- કાંબલી વેસ્ટ ઈન્ડિઝના કર્ટલી એમ્બ્રોઝની ધોલાઈ કરે છે
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી ચાલવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. કેટલાક લોકો તેને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો ખુબ જ ઈમોશનલ છે. એક સમયે વિનોદ કાંબલી સચિન તેંડુલકર કરતા વધુ સારા બેટ્સમેન ગણાતા હતા.
વિનોદ કાંબલીની શાનદાર બેટિંગ
આ દરમિયાન લોકો તેની બેટિંગ સ્ટાઈલ અને કારકિર્દીને લઈને વાતો કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામમાં એક ક્રિકેટના પેજ પર વિનોદ કાંબલીનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં તે વેસ્ટ ઈન્ડિઝના મહાન બોલર સર કર્ટલી એમ્બ્રોઝની ધોલાઈ કરતા જોવા મળે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કાંબલીનું પ્રદર્શન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કાંબલીના પ્રદર્શનની વાત કરીએ તો તેણે તેની કારકિર્દીમાં 17 ટેસ્ટ અને 104 વનડે રમી હતી. ટેસ્ટની 21 ઇનિંગ્સમાં તેણે 54.20ની એવરેજ અને 59.46ની સ્ટ્રાઇક રેટથી 1084 રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં તેણે 3 અડધી સદી અને 4 સદી ફટકારી છે. ODIની 97 ઇનિંગ્સમાં તેણે 32.59ની એવરેજ અને 71.94ની સ્ટ્રાઇક રેટથી 2477 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 14 અડધી સદી અને 2 સદી ફટકારી હતી.