મારું ગુજરાત

School News: વિદ્યાર્થીની હત્યાના એક સપ્તાહ બાદ ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ શરૂ

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે હોબાળો સર્જાયો હતો.સ્કૂલમાં તોડફોડ અને આંદોલન પણ થયું હતું.સ્કૂલની અંદર અને બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.ગત મંગળવારથી સ્કૂલમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ હતું જે આજથી શરૂ કરવામાં આવ્યું છે.

ડીઈઓની સૂચનાથી ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે હજુ ઓનલાઇન કે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું નથી. સેવન્થ ડે સ્કૂલમાં 10,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

DEO કચેરીના ચાર અધિકારીઓને શાળામાં ડેપ્યુટ કરાયા

સ્કૂલમાં બનેલી ઘટના બાદ ઘણા વાલીઓ પોતાના બાળકોનું એડમિશન ત્યાંથી નીકાળીને અન્ય સ્કૂલમાં મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે.પરંતુ સ્કૂલ બંધ હોવાથી વાલીઓને તેમના બાળકોનું એલસી મળી રહ્યું નથી.જેથી DEO કચેરી દ્વારા ચાર અધિકારીઓને આવતીકાલથી સ્કૂલમાં ડેપ્યુટ કરાયા છે.

આ ચાર અધિકારીઓ જે બાળકોને અન્ય સ્કૂલમાં એડમિશન લેવું છે તે માટે મદદ કરશે હાલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ વિના પ્રોવિઝનલ એડમિશન આપીને બાળકને અન્ય સ્કૂલમાં અભ્યાસ પણ શરૂ કરાવી દેવામાં આવશે. તમામ વાલીઓ DEO કચેરીના અધિકારીઓનો સંપર્ક કરીને એડમિશન ત્યાંથી કઢાવી અન્ય સ્કૂલમાં મેળવી શકશે.

શાળાને આપેલી અંતિમ નોટિસમાં ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ

સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટના બાદ સ્કૂલના સંચાલક કે આચાર્ય હજુ સુધી શિક્ષણ વિભાગની સામે આવ્યા નથી.શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલે બે વખત કરવામાં આવી છે. જેમાં અંતિમ નોટિસમાં ત્રણ દિવસની સમય મર્યાદામાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

જો સ્કૂલ દ્વારા ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવામાં ના આવે તો ICSE બોર્ડની માન્યતા મેળવવા ગુજરાતના શિક્ષણ વિભાગે આપેલી મંજૂરી રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button