રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે 200 વર્ષ જૂની પાંજરાપોળની મુલાકાત લીધી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સમસ્ત મહાજન જીવદયા પ્રેમીના ટ્રસ્ટીઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફલેગ ઓફ કરીને પશુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યુ
વિરમગામ પાસે આવેલા વીરપુર વીડ પાંજરાપોળ ખાતે ગૌપુજન અને નવા બનાવેલા તળાવ લોકાર્પણ તથા તક્તીનું અનાવરણ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ ‘એક વૃક્ષ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ ઉપરાંત પશુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફલેગ ઓફ કરીને પશુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યુ હતું.
કાર્યક્રમમાં જીવ દયા પ્રેમીઓ સહિત 5000થી વધુ લોકો રહ્યા હાજર
ત્યારે તાજેતરમાં જ પશુ દૈનિક સબસિડીમાં વધારો થાય, તેમજ ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો મળે તે સહિત અનેક રજુઆતો પણ મુખ્યપ્રધાનને કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાતના પાંજરાપોળ ટ્રસ્ટીઓ અને જીવદયા પ્રેમીઓ સહિત 5000થી વધુ લોકો હાજર રહ્યા હતા.
ગઈકાલે મુખ્યપ્રધાને સાવલીના પોઈચા કનોડા ગામે ‘વિયર’નું ખાતમુહૂર્ત કર્યું હતું
તમને જણાવી દઈએ કે ગઈકાલે સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામે મહી નદીમાં 429.76 કરોડના ખર્ચે મહી નદી પર બનનાર વિશાળ વિયરનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખાતમુર્હુત કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ વિયરથી સાવલીના 34 ગામને સિંચાઈનો લાભ મળશે અને 490થી વધુ કુવા રિચાર્જ થશે. આ સાથે જ સાવલીના 77,000 જેટલા લોકોને પીવાનું પાણી અને સિંચાઈની સુવિધા પણ ઉપલબ્ધ થશે.
અનેક નેતાઓ આ કાર્યક્રમમાં રહ્યા હાજર
તેમજ 15 કિલોમીટર સુધી પાણી ભરાશે અને નદીની બંને બાજુ 4 કિલોમીટર સુધી ભૂગર્ભ જળનું સિંચન પણ થશે. આ વિયરથી 90 લાખ ચોરસ મીટરમાં જળ સરોવર, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન તેમજ કૃષિ અને ઔદ્યોગિક એકમોને ફાયદો પહોંચશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કુંવરજી બાવળીયા, વડોદરાના સાંસદ, ધારાસભ્ય, જિલ્લા કલેકટર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Source link