SPORTS

વિરાટ કોહલીએ ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ, આ કારનામુ કરનારો ચોથો ભારતીય બન્યો

ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિરાટ કોહલી ઘણા દિવસોથી ટેસ્ટમાં મોટી ઈનિંગ માટે સંઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં મુશ્કેલ સમયમાં કોહલીએ ફરી એકવાર પોતાને સાબિત કરી બતાવ્યું છે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં રન મશીને બેટ વડે 53 રન પૂરા કર્યા કે તરત જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 9 હજાર રન પૂરા કર્યા હતા. કોહલી આ કારનામું કરનારો ચોથો ભારતીય બન્યો છે.

ટેસ્ટમાં 9 હજાર રન પુરા કરનારા ભારતીય ખેલાડી

  • સચિન તેંડુલકર- 15921 રન (200 મેચ)
  • રાહુલ દ્રવિડ- 13265 રન (163 મેચ)
  • સુનિલ ગાવસ્કર- 10122 રન (125 મેચ)
  • વિરાટ કોહલી- 9000* રન (116 મેચ)


કોહલીના નિશાને ગાવસ્કરનો રેકોર્ડ

વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામે તેની 116મી મેચ રમી રહ્યો છે. તેણે માત્ર 197મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. કોહલી પહેલા ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર ટોચ પર છે. હવે વિરાટનું આગામી લક્ષ્ય ગાવસ્કર હશે. તેમના નામે 10122 રન છે. દ્રવિડે 13265 રન બનાવ્યા છે જ્યારે સચિને સૌથી વધુ 15,921 રન બનાવ્યા છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button