બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને ઈન્ડસ્ટ્રીનું પાવર કપલ માનવામાં આવે છે. ફેન્સ પણ આ ક્યૂટ કપલને ખૂબ પસંદ કરે છે. હાલમાં અનુષ્કા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. જ્યારે વિરાટ કોહલી ટેસ્ટ મેચને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેને 2022 એશિયા કપ સાથે સંબંધિત એક ભાવનાત્મક વાર્તા શેર કરી છે.
તેને કહ્યું કે એશિયા કપ દરમિયાન સદી ફટકાર્યા બાદ જ્યારે તેને અનુષ્કા સાથે વાત કરી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ માઈલસ્ટોન માત્ર તેની પહેલી T20 સદી જ નહીં પરંતુ તેને જીવનનો એક મૂલ્યવાન પાઠ પણ શીખ્યો જે તે તેની પુત્રી વામિકાને આપવા માંગે છે.
વિરાટ કોહલીએ શેર કરી એક ખાસ પળ
મીડિયા રિપોર્ટ્સ મુજબ વિરાટ કોહલીએ જતિન સપ્રુ સાથેની વાતચીતમાં 2022ના એશિયા કપને યાદ કર્યો. તેને કહ્યું કે અફઘાનિસ્તાન સામેની સદીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદીથી વંચિત રહેલા ક્રિકેટરના બે વર્ષનો વનવાસ સમાપ્ત થયો. મેચ દરમિયાન જ્યારે તે 94ના સ્કોર પર પહોંચ્યો ત્યારે તેને અહેસાસ થયો કે તે લક્ષ્યની નજીક આવી ગયો છે જે તે ઘણા વર્ષોથી ગુમાવી રહ્યો હતો. છેલ્લે સિક્સર ફટકાર્યા બાદ સદી પૂરી થઈ હતી. ક્રિકેટરે કહ્યું કે તે ક્ષણ તેના માટે અવાસ્તવિક હતી.
સદી પાછળ 2 વર્ષની મહેનત
રિપોર્ટ મુજબ વિરાટ કોહલીને આ માઈલસ્ટોન સુધી પહોંચવામાં બે વર્ષની મહેનત અને જુસ્સાનો સમય લાગ્યો, જે તેને આ સ્થાન સુધી લઈ ગયો. ક્રિકેટરે કહ્યું કે’જ્યારે હું તે ક્ષણે પહોંચ્યો ત્યારે હું ખૂબ હસ્યો. બે વર્ષથી આ ક્ષણ માટે રડતો હતો. જ્યારે મેં આ ક્ષણ અનુષ્કા સાથે શેર કરી ત્યારે મને તેની પાછળની મહેનત ફરી યાદ આવી અને હું ઈમોશનલ થઈ ગયો. તેની સાથે વાત કરતી વખતે મારી આંખોમાં આંસુ હતા.
વાતચીત દરમિયાન વિરાટ કોહલીએ એમ પણ કહ્યું કે તે તેની પુત્રી વામિકાને તેની કારકિર્દીમાંથી જીવનનો મહત્વપૂર્ણ પાઠ આપવા માંગે છે. તેમનું માનવું છે કે જો સાચા ઈરાદા સાથે સખત મહેનત કરવામાં આવે તો સફળતા મળે છે. વિરાટે કહ્યું કે આ સિદ્ધાંત માત્ર સ્પોર્ટ્સ પર જ નહીં પરંતુ અંગત જીવનમાં પણ લાગુ પડે છે. સતત પ્રયાસ અને સમર્પણ એ બંને પરિબળો છે જે વ્યક્તિને પડકારોમાંથી માર્ગદર્શન આપે છે.
અનુષ્કા શર્માનું વર્ક ફ્રન્ટ
વિરાટ કોહલી હાલમાં ભારત અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ મેચને લઈને ચર્ચામાં છે. અનુષ્કા શર્માની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી. આ પછી તે તેના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ ‘કાલા’ના એક ગીતમાં થોડીવાર જોવા મળી હતી. ફેન્સ તેના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અનુષ્કા ટૂંક સમયમાં ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક ‘ચકદા એક્સપ્રેસ’થી કમબેક કરશે.