ભારતના દિગ્ગજ ખેલાડીઓમાંના એક વિરાટ કોહલીનો પોતાના ફેન્સ માટેનો પ્રેમ ફરી એકવાર જોવા મળ્યો છે. તેને ગુરુગ્રામ સ્થિત પોતાના ઘરની અંદર ફેન્સને આમંત્રણ આપ્યું અને ઓટોગ્રાફ આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. કેટલાક ફેન્સ તેમના મનપસંદ ક્રિકેટરની એક ઝલક મેળવવા માટે કલાકો સુધી રાહ જોતા હતા.
કેટલાક ફેન્સ તો તેમને જોવાની આશામાં મોડી રાત સુધી જાગતા રહ્યા. કોહલીએ ફેન્સને ખૂબ જ ખુશી આપી, તેને તેમને ફક્ત પોતાના ઘરે આમંત્રણ આપ્યું જ નહીં, પરંતુ વ્યક્તિગત રીતે તેમને ઓટોગ્રાફ પણ આપ્યા. આ હૃદય સ્પર્શી ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જ્યાં વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓએ તેની પ્રશંસા કરી છે.
વિરાટન રણજીમાં પરત ફર્યો
વિરાટ કોહલી તાજેતરમાં રણજી ટ્રોફીમાં લાંબા સમયથી પછી પરત ફર્યો છે, જ્યાં તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના આદેશ પર લગભગ 13 વર્ષ પછી દિલ્હી માટે તેની પહેલી રણજી ટ્રોફી મેચ રમી હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં તેમને રમતા જોવા માટે હજારો ફેન્સ ઉમટી પડ્યા હતા, જે સાબિત કરે છે કે તેની પોપ્યુલારિટી હજુ પણ અજોડ છે. સ્થાનિક ક્રિકેટમાં તેનું પરત ફરવું અપેક્ષા મુજબ ન હતું, જ્યાં તેઓ રેલવે સામેની પહેલી ઈનિંગમાં 15 બોલમાં માત્ર 6 રન બનાવી શક્યા હતો.
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝમાં જોવા મળશે વિરાટ
રણજી મેચમાં ઓછા રને આઉટ થવા છતાં વિરાટ હવે ભારતની ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે રમાનારી ODI સિરીઝ પર ધ્યાન કેન્દ્રિત કરશે. દુબઈમાં રમાનાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની તૈયારી માટે તેનું ફોર્મ મહત્વપૂર્ણ રહેશે. આ સિરીઝ માટે વિરાટ અને કેપ્ટન રોહિત શર્મા નાગપુર પહોંચી ગયા છે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ અહીંથી શરૂ થવા જઈ રહી છે. 2024 માં મર્યાદિત ODI મેચો હોવાથી, આ સિરીઝ ભારત માટે ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેમની તૈયારીઓમાં સુધારો કરવાની સુવર્ણ તક છે.
6 ફેબ્રુઆરીથી શરૂ થશે આ સિરીઝ
ODI સિરીઝની પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે, ત્યારબાદ બીજી મેચ 9 ફેબ્રુઆરીએ કટકના બારાબતી સ્ટેડિયમમાં અને ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.