SPORTS

Virender Sehwag Birthday: વિરેન્દ્ર સેહવાગનો આજ સુધી તૂટ્યો નથી આ રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ જેને પ્રેમથી “વીરુ” કહેવામાં આવે છે તે આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ફેન્સ સેહવાગને તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સેહવાગનો જન્મ 20 ઓક્ટોબર 1978ના રોજ દિલ્હીમાં થયો હતો. તે જમણા હાથનો ઓપનિંગ બેટ્સમેન અને પ્રસંગોપાત ઓફ સ્પિન બોલર રહ્યો છે.

વીરેન્દ્ર સેહવાગે ક્રિકેટ કારકિર્દી

વીરેન્દ્ર સેહવાગે 1999માં ભારત માટે ODI ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું અને 2001માં ટેસ્ટ ક્રિકેટમાં જોડાયો હતો. તેણે 2008માં “વિઝડન લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ” એવોર્ડ જીત્યો અને 2009માં તેને ફરીથી મળ્યો. સેહવાગે 319 રન બનાવીને ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો, જે સૌથી ઝડપી ત્રેવડી સદીનો રેકોર્ડ છે. તેની પાસે ODIમાં સૌથી વધુ 219 રનનો સ્કોર છે, અને તે ODIમાં બેવડી સદી અને ટેસ્ટમાં ટ્રિપલ સદી ફટકારનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે.

સેહવાગે તેની 104 ટેસ્ટ મેચોમાં 8586 રન બનાવ્યા હતા, જેમાં તેની એવરેજ 49.34 હતી અને તેણે 23 સદી અને 32 અડધી સદી ફટકારી હતી. 251 વનડેમાં તેણે 15 સદીની મદદથી 8273 રન બનાવ્યા અને 19 ટી20માં તેણે 145ના સ્ટ્રાઈક રેટથી 394 રન બનાવ્યા.

જન્મ અને પરિવાર

વીરેન્દ્ર સેહવાગનો જન્મ 20 ઓક્ટોબર 1979ના રોજ હરિયાણામાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણા સેહવાગ હતું, જેઓ અનાજનો વેપાર કરતા હતા. વીરેન્દ્ર સેહવાગે પ્રારંભિક શિક્ષણ હરિયાણામાંથી પૂર્ણ કર્યું હતું. 12મું પાસ કર્યા બાદ તેણે દિલ્હીના જામિયા મિલિયા ઈસ્લામિયામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. આ પછી તેણે વિકાસપુરી સ્થિત ક્રિકેટ કોચિંગ સેન્ટરમાં કોચ એએન શર્મા પાસેથી ક્રિકેટની ટ્રિક્સ શીખી હતી.

સેહવાહને ઘણા ઉપનામો મળ્યા

વિરેન્દ્ર સેહવાગ જમણા હાથના બેટ્સમેન તરીકે પ્રખ્યાત છે. તેઓ વીરુ, મુલતાનનો સુલતાન, નજફગઢના નવાબ અને આધુનિક ક્રિકેટના ઝેન માસ્ટર જેવા નામોથી ઓળખાય છે. વીરુના નામે ઘણા રેકોર્ડ નોંધાયેલા છે. તેણે 2004માં પાકિસ્તાનના મુલતાનમાં 304 રન બનાવ્યા હતા. આ શાનદાર ઈનિંગ બાદ વીરેન્દ્ર સેહવાગને ‘સુલ્તાન ઓફ મુલ્તાન’નું બિરુદ આપવામાં આવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button