દિવાળી એટલે રોશનીનો તહેવાર દિવાળીનું નામ પડતાની સાથે જ આપણી ચારેતરફ રોશની જ રોશની હોય તેવો અહેસાસ થાય છે.ત્યારે દિવાળીના દીપોત્સવ પર્વમાં દીવા તૈયાર થઇ ગયા છે વોકર ફોર લોકલનો અર્થ સાચા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે.દીવા બનાવવાનું હબ કહેવાતા સરખેજના દીવાઓ બનાવવાનું શરૂ થયું છે.મુંબઈ, મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશની સાથે વિદેશથી પણ કારીગરોને દીવા બનાવવાના ઓર્ડર મળ્યા છે.સરખેજમાં પેઢીઓથી કુંભાર પરિવારો બનાવે છે દીવા.
દિવાળી ભારતનો સૌથી મોટો તહેવાર છે
આ તહેવારમાં ખાસ કરીને અંધકારમાંથી પ્રકાશના વિજયને દર્શાવવામાં આવે છે. દિવાળીનું સામાજિક અને ધાર્મિક બંને દ્રષ્ટિએ અતિ મહત્વ છે. દિવાળીને ‘દિપોત્સવ’ પણ કહેવામાં આવે છે.એવી માન્યતા છે કે, દિવાળીના દિવસે અયોધ્યાના રાજા રામ ૧૪ વર્ષનો વનવાસ ભોગવીને અયોધ્યા પરત ફર્યા હતા અને અયોધ્યાવાસીઓએ પ્રિય રાજાના આગમનથી ઉત્સાહમાં આવી ગયા હતા.શ્રી રામના સ્વાગતમાં અયોધ્યાવાસીઓએ ઘીના દિવા કર્યા હતા.
વેકસના દિવાઓની વધી માગ
કાર્તક મહિનાની અમાસ દિવાની રોશનીથી જગમગી ઉઠી ત્યારથી ભારતમાં આ પ્રકાશ પર્વ હર્ષોલ્લાસથી ઉજવાય છે.ત્યારે નવરાત્રિથી કારીગરોએ દીવાઓ બનાવવાનું શરૂ કર્યું છે,જો કે આ વખતે દિવાઓમાં પણ ડિઝાઈનર દીવાઓની સાથે વેક્સના દીવાઓની પણ ડિમાન્ડ વધી છે જેથી આ વર્ષે પહેલી વાર વેક્સના દીવાઓ બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યું છે સાથે જ સૌથી વધુ આ વર્ષે ડિઝાઈનર વેક્સના દીવાઓના ઓર્ડર મળ્યા છે.
લોકલ ફોર વોકલનો મંત્ર સાબિત થયો
દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે શહેરના બજારોમાં પણ ધીરે ધીરે દિવાળીનો રંગ દેખાઈ રહ્યો છે. માર્કેટમાં ઘર સુશોભનની સામગ્રીથી માંડી, વિવિધ પ્રકારના માટીના દીવાની તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવાયો છે ત્યારે આ વર્ષે ગત વર્ષ કરતા ૧૦ થી ૧૫ તકનો વધરો દિવાની માગમા થયો છે દીવાના કારીગરોને મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ સહિતની સારા ઓરર્ડ મળ્યાં છે જેથી કહી શકાય કે આ વર્ષે દીવાઓ વોકર ફોર લોકલનો મંત્ર સાર્થક થઈ રહ્યો.છે સાથે જ નાના કારીગરોને પણ દિવાળી ફળી છે.
Source link