GUJARAT

કલેક્ટર અને ડીડીઓની નસવાડી CHC, પલાસણી PHCની મુલાકાત

 સોમવારે નસવાડીના ખેંદા ગામે મહિલાને રસ્તાની અસુવિધાને લઇ ઘરમાં જ પ્રસૂતિ થઈ જવાના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ આજરોજ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને ડીડીઓ સહિતના અધિકારીઓ નસવાડી સીએચસી અને પલાસણી પીએચસીની મુલાકાત લઇને જરૂરી માહિતિ સંપાદિત કરી હતી.

છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર દ્વારા નસવાડી CHC અને પલાસણી PHC અને પલાસણી આંગણવાડીની ઓચિંતી મુલાકાત કરવામાં આવી હતી. મિશન મંગલમ શાખા તાલુકા પંચાયત કચેરી નસવાડી અંતર્ગત સખી મંડળ દ્વારા કુપોષિત, ધાત્રી સંગર્ભા માતાઓ અને બાળકોને માહિતી અપાય છે.

જેમાં સગર્ભા, ધાત્રી અને કુપોષિત બાળકો જેઓને સારવાર અને માહિતી આપવામાં આવે છે કે, નહિ તેની રૂબરૂ મળી તપાસ કરવામાં આવી હતી. સખી મંડળની બહેનો દ્વારા કુપોષિત સંગર્ભા અને ધાત્રી બહેનોને માહિતી અપાતી હોય છે. જેમાં કુપોષિત બાળકોને માહિતી આપવામાં આવે છે કે, નહિ તેની મુલાકાત લઈ તપાસ કરવામાં આવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button