ધંધૂકાની સરકારી હોસ્પિટલમાં વિવિધ દર્દોના તજજ્ઞ ડોક્ટર્સનો આભાવ દર્દીઓની પરેશાનીનું કારણ બન્યો છે.
ત્યારે હોસ્પિટલ ખાતે સ્ત્ર્રી રોગ નિષ્ણાત ડોકટરનો આભાવ સગર્ભા મહિલાઓ માટે પરેશાનીનું કારણ છે. વારંવારની માંગણી છતાં ગાયનેક ડોકટર મુકવામાં આવતા નથી. જેના કારણે દર્દીઓને આજુબાજુના અન્ય શહેરોમાં જવાનો વારો આવે છે. આર્થિક રીતે અતિ પછાત ધંધૂકા તાલુકાના સરકારી દવાખાને મોટે ભાગે સામાન્ય જનતા આવે છે. ત્યારે અહીં પૂરતી સુવિધા નહીં મળતા બહાર પ્રાઇવેટમાં સારવાર માટે જવું પડે છે. જેનો ખર્ચ પરિવારજનો માટે અસહ્ય થઈ જતો હોય છે. ત્યારે સરકારી હોસ્પિટલ ખાતે ગાયનેક ડોકટરની કાયમી નિમણૂક કરવામાં આવે તેવી માંગ સાથે લોકોએ મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને લેખિતમાં રજૂઆત કરી હતી.
Source link