NATIONAL

Waqf Amendment Bill 2024: બીજેપી સાંસદ જગદંબિકા પાલ હશે JPCના અધ્યક્ષ

  • વક્ફ બોર્ડ સંશોધન બિલને લઇને બનાવી કમિટી
  • કમિટીની અધ્યક્ષતા કરશે બીજેપી સાંસદ જગદંબિકા
  • કમિટીમાં છે કુલ 31 સભ્યો
વક્ફ બોર્ડ સંશોધન બિલ 2024ને લઇને સ્પેશિયલ કમિટિની રચના કરવામાં આવી છે. ભાજપના વરિષ્ઠ લોકસભા સદસ્ય જગદંબિકા પાલ વક્ફ બોર્ડ સંશોધન બિલને લઇને બનેલી કમિટીની અધ્યક્ષતા કરશે. જેપીસીમાં 31 સભ્યો છે. જેમાં 21 લોકસભાના અને 10 રાજ્યસભાના છે. આ કમિટી આ આગામી સત્ર સુધી પોતાનો રિપોર્ટ સોંપશે. 

કોણ છે જગદંબિકા પાલ ?
જગદંબિકા પાલ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાની ડુમરિયાગંજ બેઠક પરથી સાંસદ છે. તેઓ સતત ચોથી વખત સાંસદ બન્યા છે. પાલ 2009માં પ્રથમ વખત કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા પરંતુ 2014માં ભાજપમાં જોડાયા હતા અને ત્રીજી વખત સાંસદ બન્યા હતા. તે પહેલા તેઓ કોંગ્રેસ અને લોકહિત કોંગ્રેસમાં હતા.

કેમ જગદંબિકા પાલની જ પસંદગી ?
એવું માનવામાં આવે છે કે પાલ તમામ પક્ષોમાં સ્વીકૃતિ ધરાવે છે. આ સિવાય તેમના લાંબા સંસદીય કાર્યકાળ અને વરિષ્ઠતાને ધ્યાનમાં રાખીને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત મુસ્લિમ સમાજમાં પણ તેમની સારી પહોંચ હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, પાલને માત્ર સંસદમાં જ નહીં પરંતુ જાહેર જીવનમાં પણ સાર્વત્રિક નેતા માનવામાં આવે છે. 2002માં યુપી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા પાલ 1993થી 2007 સુધી સતત ત્રણ વખત ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય પણ હતા.

JPCની કરી હતી રચના
ગુરુવારે લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેની પર વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ વક્ફ સંશોધન બિલ પર સ્પીકરે જેપીસીની રચના કરી છે. સ્પીકરે જેપીસીમાં 31 સાંસદોનો સમાવેશ કર્યો છે. આ JPCમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદો હશે. જેપીસીમાં ઓવૈસી અને ઈમરાન મસૂદ પણ સામેલ છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button