NATIONAL

Waqf Bill: વકફ સુધારા બિલ પર JPCની બેઠક, વિવિધ મુદ્દે થશે વિચાર-વિમર્શ

  • 8 ઓગસ્ટના રોજ લોકસભામાં વકફ સુધારા બિલ 2024 રજૂ કરાયું
  • વકફ સુધારા બિલ 2024 પર ચર્ચા કરવા માટે JPCની પ્રથમ બેઠક 
  • દિલ્હીમાં ભાજપ સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતામાં યોજાશે બેઠક

8 ઓગસ્ટના રોજ લોકસભામાં વકફ સુધારા બિલ 2024 રજૂ કરવામાં આવ્યું હતું. તેની રજૂઆત કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કરી હતી. આ દરમિયાન વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ આ બિલ જેપીસીને મોકલવામાં આવ્યું હતું.

વકફ સુધારા બિલ 2024 પર ચર્ચા કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની પ્રથમ બેઠક થઇ રહી છે. આ બેઠક સવારે 11 વાગે સંસદ ભવન એનેક્સી, દિલ્હીમાં બીજેપી સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતામાં યોજાશે. આ કમિટી આજે વકફ બિલ પર મંથન કરશે અને આગામી સંસદ સત્રના પહેલા સપ્તાહના છેલ્લા દિવસે તેનો રિપોર્ટ સરકારને સુપરત કરશે. પાલ યુપીના ડુમરિયાગંજથી ભાજપના સાંસદ છે.

8 ઓગસ્ટના રોજ લોકસભામાં વકફ સુધારા બિલ 2024 રજૂ કરાયું

વક્ફ સુધારા બિલ 2024 8 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તેની રજૂઆત કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કરી હતી. આ દરમિયાન વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ આ બિલ જેપીસીને મોકલવામાં આવ્યું હતું. આ બિલ પર ચર્ચા કરવા માટે રચાયેલી સમિતિમાં સંસદના બંને ગૃહોના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદોનો સમાવેશ થાય છે.

આજે આ પ્રથમ બેઠકમાં, લઘુમતી બાબતોના મંત્રાલયના પ્રતિનિધિઓ વકફ સુધારા બિલ 2024 અને તેમાં રજૂ કરવામાં આવનારા પ્રસ્તાવિત સુધારાઓ પર ચર્ચા કરશે. બેઠકમાં વિવિધ કાયદાકીય પાસાઓ સાથે સંબંધિત માહિતી પણ શેર કરવામાં આવશે. આ બેઠકમાં કાયદા મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓ પણ હાજર રહેશે. આ દરમિયાન તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે જેના પર વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે.

વિરોધ પક્ષોએ વકફ બિલનો વિરોધ કર્યો હતો

વાસ્તવમાં સંસદમાં વિરોધ અને વિપક્ષની માંગને ધ્યાનમાં રાખીને સરકારે આ બિલને જેપીસીને મોકલવાનો નિર્ણય કર્યો છે. જેપીસીનો હેતુ કોઈપણ મુદ્દા, બિલની જોગવાઈઓની તપાસ કરવાનો અને તેના પર પોતાનો અભિપ્રાય આપવાનો છે. કોંગ્રેસે આ બિલને મુસ્લિમ વિરોધી ગણાવ્યું છે. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે આ બિલને બંધારણ પર હુમલો ગણાવ્યો હતો. ગૃહમાં ઈન્ડિયા એલાયન્સમાં સામેલ અનેક પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button