- પેરિસ પેરાલિમ્પિક 2024માં શાનદાર ફોર્મમાં છે ભારતીય ટુકડી
- ભારતીય ખેલાડીઓ પોતાના શાનદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેચ્યું
- બેડમિન્ટન સ્ટાર શિવરાજન સોલામલાઈએ શાનદાર સ્મેશથી સૌને ચોંકાવ્યા
ભારતીય પેરાલિમ્પિક ટુકડી પેરિસ 2024 ગેમ્સમાં શાનદાર ફોર્મમાં છે. શુક્રવારે ભારતીય ટીમ ચાર મેડલ જીતીને વાપસી કરી, તો બીજી તરફ મેડલ ન જીતવા છતાં ભારતીય ખેલાડીઓ પોતાના શાનદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. બેડમિન્ટન સ્ટાર શિવરાજન સોલામલાઈ તેમાંથી એક છે, જેનો એક્શન વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
શિવરાજન સોલાઈમલાઈએ શાનદાર શોટ ફટકાર્યા
મેન્સ સિંગલ્સની SH6 ગ્રુપ પ્લે સ્ટેજની મેચમાં હોંગકોંગના મેન કાઈ ચુ સામે ભારતીય ખેલાડીએ કેટલાક શાનદાર શોટ ફટકાર્યા હતા, જેનો વીડિયો આખી દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવ્યો છે, બંનેને જોરદાર રેલી કરતા જોઈ શકાય છે. બંને ખેલાડીઓએ કેટલાક શાનદાર શોટ ફટકાર્યા હતા.
જબરદસ્ત ફ્લાઇંગ રિટર્ન સ્મેશ સાથે સૌને ચોંકાવ્યા
શિવરાજન સોલાઈમલાઈએ શટલકોકથી બચવા માટે અદભૂત ફ્લાઈંગ રીટર્ન સાથે નેટીઝનોને દંગ કરી દીધા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ભારતીય પેરા શટલરોએ પેરાલિમ્પિક બેડમિન્ટન ઈવેન્ટ્સના ત્રીજા દિવસે શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં ઘણા ખેલાડીઓ સ્પર્ધાના આગલા તબક્કામાં આગળ વધ્યા. પુરુષોની SL3 કેટેગરીમાં કુમાર નિતેશે ચીનના યાંગ જિયાન્યુઆન સામે શાનદાર જીત મેળવીને પોતાનું વર્ચસ્વ બતાવ્યું હતું. ભારતના નંબર 1 ખેલાડીએ સીધા સેટમાં 21-5, 21-11ના સ્કોર સાથે જીત મેળવી, ટુર્નામેન્ટમાં તેની સ્થિતિ વધુ મજબૂત બનાવી.
SL-4 કેટેગરીમાં સુહાસ એલ યથિરાજે કોરિયાના શિન ક્યૂંગ હ્વાન સામે રોમાંચક પ્રદર્શન કર્યું હતું. પ્રથમ સેટ ખૂબ જ ટક્કરનો હતો, જેમાં બંને સ્પર્ધકો વચ્ચે બહુ ઓછા તફાવત હતા. સુહાસે બીજા સેટની શરૂઆતમાં જ લીડ મેળવી હતી અને તેને જાળવી રાખતા અસાધારણ પ્રતિભા દર્શાવીને 26-24, 21-14ના સ્કોર સાથે મેચ જીતી લીધી હતી.
મહિલા વર્ગમાં જોરદાર પ્રદર્શન
મહિલા વર્ગમાં પણ જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું, જેમાં તુલાસિમાથી મુરુગેસને પોર્ટુગલની બીટ્રિઝ મોન્ટેરો સામે પ્રભાવશાળી જીત મેળવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન બુક કર્યું હતું. તુલાસીમાથીએ સીધા સેટમાં 21-12, 21-8ના સ્કોર સાથે જીત મેળવી હતી. નિત્યા શ્રીએ પણ ચાઈનીઝ તાઈપેની કાઈ યી-લિનને સીધા સેટમાં 21-12, 21-19થી હરાવીને પોતાની છાપ છોડી હતી.