GUJARAT

Vadodara: SSG હોસ્પિટલની બહાર કમરસમા પાણી, દર્દીના પરિજનોને હાલાકી, જુઓ Video

  • વડોદરામાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
  • એસએસજી હોસ્પિટલની બહાર કમર સમા પાણી
  • અનેક વિસ્તારોમાં પાણી ભરાતા નોકરી ધંધાએ નથી જઇ શક્યા

ગુજરાતમાં મેઘ સવારી આવી પહોંચી છે. શ્રાવણ માસમાં છેલ્લે છેલ્લે પણ વરસાદ બરાબરનો વરસી રહ્યો છે. અમદાવાદ, જામનગર, સુરત, વડોદરા સહિત મહાનગરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ત્યારે વાત કરીએ વડોદરાની તો, વડોદરાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. એસએસજી હોસ્પિટલ બહાર તો કમર સમા પાણી ભરાયા છે. પરિણામે હોસ્પિટલમાં આવતા લોકો હાલાકી વેઠી રહ્યા છે.

નોકરીએ જવાય એમ જ નથી- સ્થાનિક

આ અંગે સ્થાનિકે જણાવ્યું કે હું નોકરી જવા ઘરેથી નીકળ્યો પણ આગળ જવાય એમ જ નથી. હાલ એસએસજી હોસ્પિટલની બહાર છું. અહીં કમર સમા પાણી ભરાયા છે. પાણીનો ફ્લો ઘણો વધારે છે. વડોદરામાં બધે જ બ્લોક જોવા મળી રહ્યુ છે.

મૃતદેહ લઇને જવુ કેવી રીતે ?- સ્થાનિક

એક ભાઇનું મૃત્યુ થયુ ગઇકાલે. આજે અમે તેના મૃતદેહને પીએમ માટે લેવા જઇ રહ્યા છીએ પરંતુ પાણી ભરાતા અમે જઇ શકતા નથી. એસએસજી હોસ્પિટલમાં મૃતદેહ રાખવામા ંઆવ્યો છે. એમ્બ્યુલન્સ માટે કોલ 5 થી 7 કર્યા પરંતુ એક વ્યક્તિ અહીં આવવા તૈયાર થયા છે. પાણીને કારણે બોડી કેવી રીતે લઇ જવી તે સમજાતુ નથી. કોઇ સામાજિક સંસ્થા અમને મદદ કરે તેવી આશા.

વડોદરા શહેરમાં ફરી મેઘરાજાની બેટિંગ શરૂ

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યો છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં ભારે વરસાદના આગાહીના પગલે મંગળવારે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button