ભાવનગરના અલંગ નજીક આવેલ સોસીયા ગામે સિંહણે ધામા નાખ્યા છે. છેલ્લા 2 દિવસ થી સોસિયા ગામના વાડી વિસ્તારમાં આંટાફેરા મારતી નજરે પડી છે. ત્યારે ગામના લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે.
ગુજરાતમાં સિંહની વસ્તીમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવા સમયે સિંહ પરિવાર શિકારની શોધમાં જંગલ છોડી હવે આસપાસના ગામોમાં લટાર મારવા નીકળી પડે છે. આવી ઘટના અનેકો વખત બને છે જે હવે સામાન્ય બની ચૂકી છે. ત્યારે ભાવનગરના અલંગ પાસે આવેલા સોસિયા ગામના દરિયાકાંઠા વિસ્તારમાં એક સિંહણના આંટા ફેરા જોવા મળ્યા હતા.
સોસીયાના વાડીમાં વિસ્તારમાં ભયનો માહોલ
સોસિયાના વાડી વિસ્તારના લોકોને બે દિવસથી તેમના અલગ-અલગ વિસ્તારોમાં આંટાફેરા મારતી સિંહણ જોવા મળી હતી. સોસીયામાં વાડીમાં સિંહણ આવી જતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. તો લોકોને ખેતી કરવા અને કામ કાજ અર્થે બહાર નીકળતાં ફફડાટ અનુભવી રહ્યા છે. આ સિંહણનાં વાડીમાં આંટાફેરા કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જે વિડિયોમાં જોઈ શકાય છે.
Source link