NATIONAL

Baba Bageshwar: ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફેંક્યો મોબાઇલ, પછી જે થયુ…જુઓ Video

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુ એકતા યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા હાલ યુપીના ઝાંસી પહોંચી હતી તે દરમિયાન એકાએક અણછાજતી ઘટના બની હતી. બાબા પદયાત્રામાં ચાલી રહ્યા હતા તે દરમિયાન તેમની પર ફુલોની વર્ષા થઇ રહી હતી.તે દરમિયાન અચાનક જ તેમની પર એકાએક કોઇએ મોબાઇલ પર છુટ્ટો ફેંક્યો અને સીધો જ વાગ્યો બાબાના ગાલ પર..

બાબા પર ફેંક્યો મોબાઇલ 

આ ઘટના બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, “કોઈએ મારા પર મોબાઈલ ફોન ફેંક્યો છે, અમને તે મળી ગયો છે.” મોબાઈલ ફેંકવાની ઘટના છતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના સમર્થકોને સંયમ જાળવવાનો સંદેશ આપ્યો હતો. તેઓએ માઈક દ્વારા તેમના ભક્તો અને સમર્થકોને સંબોધતા હતા અને યાત્રાને શાંતિપૂર્ણ રાખવા પર ભાર મૂક્યો હતો. યાત્રા દરમિયાન ભારે ભીડને જોતા વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયુ છે. આ ઘટના બાદ સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મોબાઈલ ફેંકનાર વ્યક્તિ કોણ હતો અને તેનો ઈરાદો શું હતો.

હિન્દુ એકતા યાત્રાનું મહત્વ

ધીરેન્દ્ર શાસ્ત્રીની આ યાત્રા હિંદુ સમાજને એક કરવાનો સંદેશ લઈને જઈ રહી છે. યાત્રાના છઠ્ઠા દિવસે ઘણી જગ્યાએ સમર્થન મેળવ્યું છે. લોકો મોટી સંખ્યામાં બાબાનું સ્વાગત કરી રહ્યા છે. આજે સંજયદત્ત પણ યાત્રામાં જોડાયા હતા. 

યાત્રાના છઠ્ઠા દિવસે જનતાનો અપાર સમર્થન

બાગેશ્વર ધામથી ઓરછા સુધી હિન્દુ એકતા યાત્રા ચાલી રહી છે. આ યાત્રાને જનતાનો અભૂતપૂર્વ સહયોગ મળી રહ્યો છે. બાબા સાથે પદયાત્રામાં હજારો લોકો જોડાઈ રહ્યા છે. જ્યાં પણ યાત્રા પસાર થઈ રહી છે ત્યાં તેનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ બાગેશ્વર બાબા સાથે જોડાયેલા હતા. આ સિવાય ધ ગ્રેટ ખલીએ પણ ભાગ લીધો હતો.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button