GUJARAT

વઢવાણા ગામે ભેખડ પરના બે મકાનની નર્મદામાં જળસમાધિ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે નવાપુરા ફળિયામાં ભેખડ પર આવેલા બે મકાનો એકા એક નર્મદા નદીના ઢસડી પડયા હતા.

મળતી માહિતી મુજબ વઢવાણા ગામે નવાપુરા ફળિયામાં રહેતા મંગાભાઈ શનાભાઈ વસાવા, તેમજ ચીમનભાઈ ચુનીયાભાઈ વસાવાનું મકાન નર્મદા નદી કિનારે આવેલું છે. ચાલુ વર્ષ નર્મદા કિનારા પર ભારે જમીન ધોવાણ થઈ રહ્યું હતું જેના કારણે આ મકાનો ભેખડ ધસડવાના કારણે તૂટી પડયા હતા. મકાનમાં રહેલ ઘર વખરીનો સામાન નર્મદા નદીમાં દબાઈ ગયો હતો. મકાન માલિકો સમય સૂચકતા સાચવી બહાર નીકળી જતા કોઈ જાન હાની થવા પામી ન હતી. અસરગ્રસ્ત મકાન માલિકો એ સરકાર પાસે આવાસ યોજનામાં માંથી મકાન તેમજ બીજી કોઈ અન્ય સહાય મળે તેવી માંગ કરી હતી. અને હાલ પૂરતી તેઓના રહેવાની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.

આ જગ્યાની આજુ બાજુ અન્ય મકાનો પણ ભવિષ્યમાં નર્મદામાં ઢસડી પડે એવી દહેશત વર્તાઈ રહી છે. મકાન ધસડી પડતાઅસરગ્રસ્ત મકાન માલિકોને જિલ્લા પંચાત પ્રમુખ મહેન્દ્ર સિંહ વાસદીયા એ સ્થળ મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારો યોગ્ય સહાય મળે તે માટે તલાટી અને સરપંચને જરૂરી સૂચનો કર્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button