NATIONAL

Wayanad By Election 2024: કોણ છે નવ્યા હરિદાસ? પ્રિયંકા ગાંધીને આપશે ટક્કર

13 નવેમ્બરે વાયનાડની પેટાચૂંટણી યોજાવાની છે. 13 નવેમ્બરે યોજાનારી આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહર કર્યા છે. કોંગ્રેસે પ્રિયંકા ગાઁધી જ્યારે ભાજપે નવ્યા હરિદાસને મેદાને ઉતાર્યા છે. ત્યારે આવો જાણીએ કોણ છે નવ્યા હરિદાસ.

કોણ છે નવ્યા હરિદાસ?

  • નવ્યા હરિદાસ બે વખત કોઝિકોડ કોર્પોરેશનમાં કાઉન્સિલર રહી ચૂક્યા છે.
  •  તેઓ બીજેપી કાઉન્સિલર પાર્ટીના નેતા છે.
  • તેઓ ભાજપ મહિલા મોરચાના પ્રદેશ મહાસચિવ પણ છે.
  • નવ્યા હરિદાસે કાલિકટ યુનિવર્સિટીની KMCT એન્જિનિયરિંગ કૉલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Tech ડિગ્રી મેળવી છે.
  • 2021ની કેરળ વિધાનસભા ચૂંટણીમાં તે કોઝિકોડ દક્ષિણ મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર હતા, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર અહેમદ દેવરકોવિલ સામે હાર્યા હતા.

કોંગ્રેસ વાયનાડની માંગ પૂરી કરી રહી નથી: નવ્યા હરિદાસ

બીજેપી પાર્ટી તરફથી ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ નવ્યા હરિદાસે વાયનાડ પ્રદેશની જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે વાયનાડના લોકોને પ્રગતિની જરૂર છે. કોંગ્રેસ પરિવાર ખરેખર વાયનાડના લોકોની જરૂરિયાતો પૂરી કરી રહ્યો નથી. વાયનાડના રહેવાસીઓને એક સારા સાંસદની જરૂર છે જે તેમની સમસ્યાઓ હલ કરી શકે.. નવ્ય હરિદાસે સ્થાનિક સમુદાયની ચિંતાઓને પ્રાધાન્ય આપવા પ્રતિનિધિઓની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સ્થાનિક શાસનમાં તેમના અનુભવ વિશે વાત કરતા હરિદાસે તેમનો જાહેર સેવાનો અનુભવ શેર કર્યો હતો. તેણીએ કહ્યું મને વહીવટી અનુભવ છે, જેમ કે હું કેરળમાં બે વખત કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવી છું. તેથી છેલ્લા આઠ વર્ષથી, હું રાજકીય ક્ષેત્રમાં છું, લોકોની સેવા કરું છું, તેમની સમસ્યાઓ સમજું છું અને હંમેશા હું તેમની પડખે રહી છું.

કેમ યોજાશે પેટાચૂંટણી ?

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીમાં આ સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. જોકે વાયનાડ સિવાય રાહુલ ગાંધી અમેઠી લોકસભા સીટ પરથી પણ ચૂંટણી લડ્યા હતા. જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે તેમણે બંને બેઠકો જીતી લીધી હતી. આ પછી રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પરથી જ સાંસદ રહેવાની જાહેરાત કરી હતી. આથી વાયનાડ બેઠક ખાલી પડી. રાહુલ ગાંધીએ વાયનાડ સીટ છોડ્યા બાદ આ સીટ ખાલી પડી હતી. જો કે, ચૂંટણી પંચે આજે વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણીની તારીખ પણ જાહેર કરી હતી.  


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button