- વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ ધમરોળી રહ્યો છે
- હાલ તહેવારોની સીઝન છે અને આ સમયે જ વરસાદ આવતા લોકોને થોડી મુશ્કેલી પડી રહી છે
- ઉત્તરભારત સહિત ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશમાં વરસાદ વરસી રહયો છે
ઓગસ્ટમાં વરસાદે ગતી પકડી છે. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ ધમરોળી રહ્યો છે. હાલ તહેવારોની સીઝન છે અને આ સમયે જ વરસાદ આવતા લોકોને થોડી મુશ્કેલી પડી રહી છે. ઉત્તરભારત સહિત ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશમાં વરસાદ વરસી રહયો છે. પહાડી વિસ્તારોમાં તો લેન્ડસ્લાઇડ અને નદી-નાળાઓ છલકાઇ જતા જનજીવન પર માઠી અસર છે.
વરસાદી પાણીના ધોવાણ અને ઉપરવાસ અચાનક આવતા વરસાદથી કેટલાયે ગામડાઓ ટાપુ બની ગયા છે
ક્યાંક વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. આસમાની આફતથી લોકો મુશ્કેલીમાં છે. વરસાદી પાણીના ધોવાણ અને ઉપરવાસ અચાનક આવતા વરસાદથી કેટલાયે ગામડાઓ ટાપુ બની ગયા છે. તો શહેરોમાં વરસાદના કારણે ભયંકર ટ્રાફિકની સમસ્યા આવી રહી છે. હવામાન વિભાગે આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દીધી છે.
આજે આ રાજ્યોમાં ભયંકર વરસાદનુ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આજે ભારેથી અતીભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગનુ આજે રેડ અલર્ટ છે. ગુજરાતમાં ચોમાસુ શરૂ થયા પછી સતત અટકી અટકીને વરસાદ આવ્યા જ કરે છે. છેલ્લા બે ત્રણ દિવસથી એક અઠવાડિયાના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે. આ સિવાસ બીજા રાજિયોમાં જોવા જઇએ તો છત્તીસગઢ, વિદર્ભ, પશ્ચિમી મધ્ય પ્રદેશ, પૂર્વી મધ્ય પ્રદેશ, ઓડિશા, આસામ, મેધાલય, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્નિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર,મિઝોરમ, ત્રિપુરામાં ભારેથી અતીભારે વરસાદની શક્યતા છે.
25 ઓગસ્ટે 5 રાજ્યોમાં રેડ એલર્ટ
આ સિવાય 25 ઓગસ્ટે એટલેકે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ગુજરાતમાં ભટંકર વરસાદની આગાહી કરી છે. આ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ, પૂર્વી રાજસ્થાન, આસામ, મેધાલય, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્નિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર,મિઝોરમ, ત્રિપુરામાં ભારેથી અતીભારે વરસાદની શક્યતા છે.
Source link