- ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત
- પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર
- કેટલીક ટ્રેનો રદ્દ કરાઇ તો કેટલીક ના રુટ ડાયવર્ટ
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પરના વાધરવા-માળીયા મિયાણા સેક્શનમાં વધુ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ છે.
સંપૂર્ણપણે રદ કરવામાં આવેલી ટ્રેનો
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19417 બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09455 ગાંધીનગર કેપિટલ-ભુજ વિશેષ ટ્રેન વિરમગામ-ભુજ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ડાયવર્ટ કરવામાં આવેલી
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી એક્સપ્રેસ સામખિયાળી-રાધનપુર-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
Source link