Life Style
Western Railway : સુરત રેલવે સ્ટેશનની બદલશે ‘સૂરત’, લોકોને મળશે અનેક સગવડો તેમજ આધુનિક સુવિધાઓ
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ સુરત સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ ₹1,477 કરોડ છે, જેમાં ગુજરાત સરકારનો ફાળો અંદાજે ₹481 કરોડ છે, જ્યારે રેલવેનું યોગદાન ₹996 કરોડથી વધુ છે. સુરત ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (SITCO), ભારતીય રેલવે અને ગુજરાત સરકારના સહયોગથી રચાયેલ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) દ્વારા પુનઃવિકાસ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં સ્ટેશન બિલ્ડિંગનું વિસ્તરણ, પ્લેટફોર્મ અપગ્રેડેશન, મુસાફરોની સુવિધાઓમાં સુધારો અને સ્ટેશન સંકુલનું બ્યુટિફિકેશન સામેલ છે.
Source link