BUSINESS

Bank Accountમાં રોકડ જમા કરાવવા અને ઉપાડવાના શું છે નિયમ?આ છે ગાઈડલાઈન

  • બેન્ક ખાતામાં રોકડ જમા કરાવતા પહેલા આવક સ્ત્રોત જાહેર કરવો ફરજિયાત
  • બચત ખાતામાં નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી રોકડ જમા કરાવી શકો
  • 1 કરોડથી વધુ રકમ ઉપાડવા પર 2 ટકા TDS કાપવામાં આવશે

બેન્ક ખાતું તમારા પૈસા મેનેજમેન્ટ કરવા માટે હોય છે. આમાં તમે રૂપિયા જમા અને ઉપાડતા રહો છો. જો કે તમારું બેન્ક એકાઉન્ટ ઘણા નિયમોથી બંધાયેલું છે. જો આમાં કોઈ ભૂલ હોય તો તમારે 60 ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડી શકે છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, જો તમે તમારા ખાતામાં રોકડ જમા કરો છો અને આવકનો સ્ત્રોત જાહેર કરવામાં નિષ્ફળ જાઓ છો, તો તમારી પાસેથી આ જંગી ટેક્સ વસૂલવામાં આવશે. જેમાં 25 ટકા સરચાર્જ અને 4 ટકા સેસ પણ સામેલ છે.

આવકનો સ્ત્રોત જાહેર નહીં કરવા પર ચૂકવવો પડશે 60 ટકા ટેક્સ

આવકવેરા વિભાગને આવકવેરા અધિનિયમની કલમ 68 મુજબ સત્તા મળે છે કે, આવક સ્ત્રોત જાહેર ન કરવા સામે નોટિસ જાહેર કરી 60 ટકા ટેક્સની વસૂલવાનું શરૂ કરી શકે છે. સરકારનો સતત પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે લોકો ઓછામાં ઓછી રોકડનો ઉપયોગ કરે. બચત ખાતામાં રોકડ જમા મર્યાદા લાદીને મની લોન્ડરિંગ, કરચોરી અને ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

10 લાખ રૂપિયાથી વધારે રોકડ જમા કરવા પર આપવી પડશે સૂચના

આવકવેરા અધિનિયમ અનુસાર જો તમે બચત ખાતામાં નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ રોકડ જમા કરો છો, તો તમારે ટેક્સ અધિકારીઓને જાણ કરવી પડશે. કરન્ટ ખાતામાં આ મર્યાદા 50 લાખ રૂપિયા છે. જો કે, એ જાણવું અગત્યનું છે કે મર્યાદા કરતા વધુ રોકડ જમા કરાવવા પર તાત્કાલિક કોઈ ટેક્સ લાગતો નથી. તેમજ તમે સાચી માહિતી આપવામાં સફળ થાવ છો તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

1 કરોડથી વધુ રકમ ઉપાડવા પર 2% TDS કપાશે

આવકવેરા અધિનિયમની કલમ 194N કહે છે કે, 1 કરોડથી વધારે રૂપિયા બેન્ક ખાતામાંથી ઉપાડવામાં આવે તો 2 ટકા TDS કાપવામાં આવશે. જો કે, જો તમે છેલ્લા 3 વર્ષથી ITR ફાઈલ કર્યું નથી, તો તમારે 20 લાખ રૂપિયાથી વધુ ઉપાડ પર જ 2% TDS અને 1 કરોડ રૂપિયાથી વધુ ઉપાડ પર 5% TCS ચૂકવવો પડશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button