પોપ્યુલર એક્ટ્રેસ હિના ખાનને બ્રેસ્ટ કેન્સરના કારણે શું થયું છે તે જોઈને ફેન્સની આંખોમાં પણ આંસુ આવી જશે. આ જીવલેણ બીમારી સામે જંગ લડી રહેલી હિના ખાન હાલમાં જ સલમાન ખાનના શો બિગ બોસમાં જોવા મળી હતી. તે એપિસોડ જોયા બાદ જ ફેન્સ ભાવુક થઈ ગયા હતા.
એક્ટ્રેસને લઈને જે અપડેટ આવ્યું છે, તે કોઈપણને ઝટકો આપી શકે છે. હિના ખાનની તાજેતરની તસવીરો સામે આવી છે અને તે ખૂબ જ ભયાનક છે. હિના ખાનની આ તસવીરોએ ફેન્સને મોટો ઝટકો આપ્યો છે.
હોસ્પિટલમાંથી સામે આવી હિના ખાનની તસવીરો
હિના ખાને પોતે સોશિયલ મીડિયા પર પોતાની સ્થિતિ જણાવી છે. એક્ટ્રેસે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી તેની 2 લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરો હોસ્પિટલની છે. હોસ્પિટલના કોરિડોરમાં હિના ખાન જે હાલતમાં જોવા મળે છે તે જોઈને ફેન્સની ચિંતા ઘણી વધી ગઈ છે. હિના ખાનને આ નાજુક હાલતમાં જોઈને ફેન્સનું પણ દિલ તૂટી ગયું છે.
હોસ્પટિલમાં જોવા મળી હિના
હોસ્પિટલનો યુનિફોર્મ પહેરેલી અને કેન્સરના કારણે ખરતા વાળને છુપાવવા માટે માથા પર રુમાલ બાંધેલી હિના ખાન હાથમાં પેશાબ અને લોહી લઈને ચાલતી જોવા મળે છે. એક્ટ્રેસના એક હાથમાં યુરિન બેગ છે અને બીજા હાથમાં તેનો બ્લડ કપ દેખાય છે. એક્ટ્રેસે સારવાર દરમિયાનની પોતાની આ તસવીરો શેર કરી છે. આ જોઈને ફેન્સ પણ હિંમત હારી ગયા છે, પરંતુ એક્ટ્રેસ હજી પણ હિંમત જાળવી રહી છે. હિના ખાન હજી પણ તેના લોહી અને યુરિન બેગને તેના હાથમાં પકડીને હકારાત્મકતા બતાવી રહી છે.
હિના ખાન રિક્વરી તરફ આગળ વધી
આ પોસ્ટ શેર કરતી વખતે હિના ખાને લખ્યું છે કે, ‘હીલિંગના આ કોરિડોર દ્વારા બ્રાઈટ સાઈડ તરફ આગળ વધી રહ્યા છીએ.. એક સમયે એક પગલું.. ગ્રેટિટ્યૂડ ગ્રેટિટ્યૂડ અને માત્ર ગ્રેટિટ્યૂડ. દુઆ.’ હિના ખાને હવે આ કેપ્શન સાથે ફેન્સને કહ્યું છે કે તે રિકવરી તરફ આગળ વધી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસની આ પોસ્ટ હજુ પણ ફેન્સ માટે ચિંતાનું કારણ છે. હવે દરેક લોકો હિના ખાનના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.