બજેટ બાદ ક્રુડ ઓઇલમાં તેજી જોવા મળી છે. જેના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉથલ-પાથલ થઇ છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઇલની કિંમતોમાં તેજીની વચ્ચે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ અપડેટ કર્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલની કિંમત વધતા બ્રેંટ ક્રૂડનો ભાવ 76.19 ડોલર પ્રતિ બૈરલ જોવા મળ્યો છે. તો ક્રૂડનો ભાવ 73.80 ડોલર પ્રતિ બૈરલ જોવા મળ્યો છે.
ક્રુડ ઓઇલમાં તેજી જોવા મળી
પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધ-ઘટ થવાથી પ્રાથમિક જરુરિયાતો પર સ્પષ્ટપણે અસર જોવા મળે છે. રુપિયાના કમજોરીનો પ્રભાવ મોટા ભાગના ક્ષેત્ર પર દેખાઇ રહ્યો છે. ડોલર સામે રૂપિયો નબળો પડતા પેટ્રોલ-ડિઝલ, દવા અને ઇલેક્ટ્રીક ઉપકરણો મોંઘા થવાની સંભાવના છે. દેશના મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના શું ભાવ છે તેના પર એક નજર કરીએ. અમદાવાદમાં એક લિટર પેટ્રોલનો ભાવ ₹95.19 છે. તો એક લિટર ડિઝલનો ₹90.87 છે. તો આ તરફ દિલ્હીમાં 94.77 રૂપિયા લિટલ પેટ્રોલ છે. તો ડિઝલ 87.67 રૂપિયા છે. બીજી તરફ, મુંબઇમાં પેટ્રોલના ભાવ 103.50 રૂપિયા છે. તો ડિઝલના ભાવ 90.03 રૂપિયા નોંધાયા છે. ચેન્નઇની વાત કરીએ તો એક લિટર પેટ્રોલની કિંમત 100.90 રૂપિયા છે. તો બીજી તરફ ડિઝલની કિંમત 92.49 રૂપિયા નોંધાઇ છે. કોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત 105.01 રૂપિયા છે. તો ડિઝલનો એક લિટરનો ભાવ 91.82 રૂપિયા નોંધાયો છે.
મહાનગરોમાં શું છે આજે પેટ્રોલ-ડિઝલનો ભાવ?
શહેરનું નામ | 1 લિ.પેટ્રોલનો ભાવ | 1 લિ.ડિઝલનો ભાવ |
અમદાવાદ | 95.19 | 90.87 |
દિલ્હી | 94.77 | 87.67 |
મુંબઇ | 103.50 | 90.03 |
ચેન્નઇ | 100.90 | 92.49 |
કોલકાતા | 105.01 | 91.82 |
પેટ્રોલ-ડીઝલ, દવા, ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંધી થતા સામાન્ય વર્ગ પર બોજો વધ્યો છે. અને જીવન ગુજારવું કઠિન બન્યુ છે. એક તરફ બજેટમાં કર રાહત અપાઇ છે તો આજે શેર માર્કેટમાં મોટી હલચલ જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો તળિયો પહોંચતા તમામ વસ્તુઓના ભાવ વધ્યા છે.
Source link