- BCCIએ દુલીપ ટ્રોફી 2024-25ના પ્રથમ રાઉન્ડ માટે ટીમોની જાહેરાત કરી
- ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડ માટે ચાર ટીમોની જાહેરાત કરવામાં આવી છે
- ટૂર્નામેન્ટ 5 સપ્ટેમ્બરથી બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી શરૂ થશે.
ભારતની ડોમેસ્ટિક ક્રિકેટ સીઝન 2024-25ની શરૂઆત દુલીપ ટ્રોફીથી થવા જઈ રહી છે. દુલીપ ટ્રોફીને ભારતની સ્થાનિક ટેસ્ટ સિરીઝ પણ કહેવામાં આવે છે. આ સિરીઝ માટે ચાર ટીમોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળશે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા દુલીપ ટ્રોફીને એન્ટ્રી ગેટ તરીકે પણ કહેવામાં આવી રહી છે. જેના દ્વારા ઘણા ખેલાડીઓની પસંદગી કરી શકાય છે.
કુલ 6 મેચો રમાશે
દુલીપ ટ્રોફી 2024-25 હેઠળ, પ્રથમ રાઉન્ડની ચાર ટીમો રાઉન્ડ-રોબિન મેચો રમશે. ટૂર્નામેન્ટ 5 સપ્ટેમ્બરથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુમાં શરૂ થશે. જ્યારે ફિનાલે 19 સપ્ટેમ્બરે અનંતપુરમાં યોજાશે. તેની શરૂઆત ટીમ A અને ટીમ B વચ્ચે 5 સપ્ટેમ્બરે રમાનારી મેચથી થશે. પ્રથમ મેચ સવારે 9 વાગ્યાથી રમાશે. જ્યારે બીજી મેચ પણ તે જ દિવસે ટીમ સી અને ટીમ ડી વચ્ચે રમાશે. આ પછી ત્રીજી મેચ ટીમ-એ અને ટીમ-ડી વચ્ચે 12 થી 15 સપ્ટેમ્બર સુધી રમાશે. ચોથી મેચ પણ એ જ દિવસે ટીમ-બી અને ટીમ-સી વચ્ચે રમાનાર છે. પાંચમી મેચ 19 સપ્ટેમ્બરે રમાનાર છે. આ મેચ ટીમ-બી અને ટીમ-ડી વચ્ચે રમાશે. જ્યારે છઠ્ઠી મેચ એ જ દિવસે ટીમ-એ અને ટીમ-સી વચ્ચે રમાશે.
ફોર્મેટ શું હશે?
દુલીપ ટ્રોફીની તમામ મેચો માત્ર રાઉન્ડ રોબીનમાં જ યોજાશે. એટલે કે દરેક ટીમ એકબીજા સામે રમશે. છ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. અગાઉ આ મેચો ઝોનની ટીમો વચ્ચે યોજાતી હતી. આ વખતે તેમને 4 ટીમોમાં વહેંચવામાં આવ્યા છે.
આ ખેલાડીઓને મળી કેપ્ટનશીપ
રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા દુલીપ ટ્રોફીમાં જોવા મળશે નહીં, પરંતુ સ્ટાર ખેલાડીઓ તેનો ભાગ હશે. સી-ટીમમાં સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેએલ રાહુલને A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમ-એનું સુકાની શુભમન ગિલ, ટીમ-બીનું નેતૃત્વ અભિમન્યુ ઇશ્વરન, ટીમ-સી રુતુરાજ ગાયકવાડ અને ટીમ-ડીનું સુકાની શ્રેયસ ઐયર કરશે. આ ટૂર્નામેન્ટમાં અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, રિષભ પંત, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, ઉમરાન મલિક અને ઈશાન કિશન જોવા મળશે.